Lifestyle: આંખ અને માથામાં રહે છે દુઃખાવો, તો આ બીમારીના હોઇ શકે છે લક્ષ્ણો

Last Updated: January 10, 2026By

આજના સમયમાં બદલાતી લાઇફ સ્ટાઇલ, વધતો સ્ક્રીન ટાઇમ અને તણાવના કારણે આંખ અને માથામાં દુઃખાવાની ફરિયાદ વધવા લાગી છે.

કેમ થાય છે માથા અને આંખમાં દુઃખાવો ?

આરએમએલ હૉસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ડાયરેક્ટર પ્રોફેસર ડૉ.સુભાષ ગિરિ બતાવે છે કે, આંખો અને માથામાં દુઃખાવાનો કારણ સામાન્ય રીતે સાઇનસ દર્શાવવામાં આવે છે. સાઇનસમાં સોજા અથવા ઇન્ફેક્શન થવાના કારણે માથું, નાક અને આંખની આસપાસ ભારેપણું અને દબાણ જેવા દુઃખાવા અનુભવાય છે. માઇગ્રેન પણ આ દુઃખાવા માટે એક મોટું કારણ માનવામાં આવી રહ્યુ છે.

કારણો વિશે જાણો

આંખમાં કમજોરી, ચશ્માના ખોટા નંબર અથવા લાંબા સમય સુધી સ્ક્રીન જોતા રહેવું એ આઇ સ્ટ્રેન પણ આ દુઃખાવાને વધારી દે છે. કેટલાક મામલાઓમાં હાઇ બ્લડ પ્રેશર, ડિહાઇડ્રેશન અને વધુ તણાવના કારણ પણ આંખ અને માથામાં સતત દુઃખાવો પેદા કરે છે. પુરતી ઉંઘ ન લેવાના કારણે આંખોમાં બળતરા, ભારેપણુ અને માથામાં દુઃખાવાની સાથે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. મોડી રાત સુધી મોબાઇલ ચલાવી રાખવાથી પણ માથા અને આંખમાં દુઃખાવો થાય છે. અને તે કમજોર બને છે.

કયા ઉપાય અપનાવશો ?

રોજ પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. જેના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થશે નહીં. સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઇએ. આંખને આરામ આપવો જરુરી છે. યોગ્ય નંબરના ચશ્મા લગાવવા જોઇએ. સાઇનસની સમસ્યા હોય તો બચવું જોઇએ. પુરતી ઉંઘ ખૂબ જરુરી છે. મેડિટેશન કરવાથી ઘણા લાભો થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ Hadi murder Case: હાદી હત્યા કેસમાં સરકારી કાવતરાનો આરોપ લગાવતા, ઇન્કલાબ મંચે પોલીસ ચાર્જશીટ ગણાવી ખોટી