Lifestyle : ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક, જાણો
ઉપવાસમાં લોકો ફરાળી ભોજન કરતા હોય છે. આ ફરાળી ભોજનમાં સાદા મીઠાના બદલે કેટલાક લોકો સિંધવ મીઠાનો ઉપયોગ કરે છે. તમે ઉપવાસ સિવાય પણ સિંધવ મીઠાનો ભોજનમાં ઉપયોગ કરી શકો છો. સિંધવ મીઠું ઉમેરવાથી ખોરાકનો સ્વાદ તો વધે છે પણ સ્વાસ્થ્યમાં પણ ફાયદો થાય છે. સિંધવ મીઠું ઉમેરવાથી ખોરાકનો સ્વાદ તો વધે છે પણ સ્વાસ્થ્યમાં પણ ફાયદો થાય છે. આજે, અમે તમને સિંધવ મીઠું ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.
સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
બ્લડ પ્રેશર નિયંત્રણ : સિંધવ મીઠું બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. તેમાં સોડિયમ અને ખનિજોની માત્રા વધુ હોવાથી, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક : સિંધવ મીઠું માત્ર સ્વાદ જ નહીં, પણ સુંદરતા પણ વધારે છે. તેનું સેવન કરવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે.
હૃદય માટે ફાયદાકારક : સિંધવ મીઠાનું સેવન તમારા હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. તે રક્ત પરિભ્રમણને પણ નિયંત્રિત કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.
વાળ માટે ફાયદાકારક : શેમ્પૂમાં સિંધવ મીઠું ભેળવીને વાળ ધોવાથી વાળમાં ચમક આવે છે અને તે મજબૂત પણ બને છે. વાળ ખરવાની અને તૂટવાની સમસ્યામાં છુટકારો મળશે. વાળ રેશમી બનશે.
પાચન સુધારે છે : પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો માટે સિંધવ મીઠું ફાયદાકારક હોઈ શકે છે. આ મીઠું પાચનતંત્રમાં નોંધપાત્ર સુધારો કરે છે. સિંધવ મીઠું ખાવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
પોષકતત્વોથી ભરપૂર છે સિંધવ મીઠું
સિંધવ મીઠામાં સોડિયમ ક્લોરાઈડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને આયર્ન સહિત મેંગેનીઝ, કોપર અને કોબાલ્ટ જેવા લગભગ 84 જેટલા ટ્રેસ મિનરલ્સ અને ખનીજ રહેલા છે. સિંધવ મીઠું હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો સિંધવ મીઠું શરીર માટે કેટલું ગુણકારી છે. જોકે, વધારે મીઠું લેવાની આદત ભોજનનો સ્વાદ અને સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. સિંધવ મીઠાનો ભોજનમાં સીમિત માત્રામાં જ ઉપયોગ કરવો હિતાવહ રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

