Lifestyle : રોજિંદા જીવનમાં મલ્ટીવિટામિનનો ઉપયોગ, યુવાન રહેવા માટે કેટલું અસરકારક સંશોધનમાં સામે આવ્યું
દરરોજ મલ્ટીવિટામિન લેવાથી વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી પડી શકે છે? એક નવા અભ્યાસમાં આ વાતનો સંકેત મળ્યો છે, જોકે, વૈજ્ઞાનિકોએ સાવધાની રાખવાની સલાહ આપી છે, અને કહ્યું છે કે તેની અસર મર્યાદિત છે. મલ્ટીવિટામિન્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડીને ‘ઓક્સિડેટીવ સ્ટ્રેસ’ ઓછો કરે છે, જે વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતી આ મલ્ટીવિટામિન્સ ખરેખરે દરરોજ લઈ શકાય. શું આ મલ્ટીવિટામિન્સ વૃદ્ધત્વને દૂર રાખે છે તેને લઈને એક અભ્યાસ કરાયો હતો.
મલ્ટીવિટામિન દવા સ્વાસ્થ્યમાં અસરકારક
વિટામીન B12 અને ફોલિક એસિડ યાદશક્તિને તેજ રાખે છે. જયારે વિટામીન C, E અને D ત્વચાની ચમક જાળવી રાખે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. મલ્ટીવિટામિન્સ મગજ અને સ્વાસ્થ્યમાં કેટલી અસરકારક છે તેને લઈને અભ્યાસ હાથ ધરાયો હતો. યુ.એસ.માં હાથ ધરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દરરોજ લેવાતી મલ્ટીવિટામિન દવા જૈવિક વૃદ્ધત્વના કેટલાક સૂચકાંકો પર હળવી અસર થાય છે. પંરતુ તેના કારણે સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે કે કેમ તે સ્પષ્ટ નથી.
મલ્ટીવિટામિનના વૃદ્ધત્વ પ્રક્રિયા પર અસરને લઈને સંશોધન
આ અભ્યાસમાં 70 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 958 સ્વસ્થ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને ચાર જૂથોમાં વિભાજિત કરી મલ્ટિવિટાન સહિત અન્ય સ્પ્લિમેન્ટ અપાય હતા. બે વર્ષની પ્રક્રિયા દરમિયાન, સહભાગીઓના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, અને ડીએનએ મિથાઈલેશનના પાંચ અલગ અલગ પરિમાણોમાં ફેરફારો જોવા મળ્યા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મલ્ટિવિટામિન લેતા લોકોએ પાંચમાંથી બે એપિજેનેટિક ઘડિયાળોમાં વૃદ્ધત્વમાં થોડો ધીમો દેખાવ દર્શાવ્યો હતો, ખાસ કરીને મૃત્યુદરના જોખમની આગાહી કરતી ઘડિયાળોમાં. એકંદરે, આ અસર બે વર્ષમાં લગભગ ચાર મહિના વૃદ્ધત્વ ધીમું કરવા જેટલી હતી.
મલ્ટિવિટામિન લેવી જરૂરી નથી
સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું કે શરૂઆતમાં ઝડપી જૈવિક વૃદ્ધત્વનો અનુભવ કરનારા લોકોમાં આ અસર થોડી વધારે હતી. આ પોષણની ખામીઓને કારણે હોઈ શકે છે. મલ્ટિવિટામિન વૃદ્ધત્વને રોકે છે, મગજ અને ત્વચા માટે અસરકારક છે. છતાં દરેક વ્યક્તિએ મલ્ટિવિટામિન લેવું જરૂરી નથી, કારણ કે હજુ સુધી સ્પષ્ટ નથી કે કોને ફાયદો થાય છે અને કેટલો ફાયદો થાય છે. સ્વાસ્થ્યમાં અસર કરતી મલ્ટીવિટામિન ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. કારણ કે તેનો વધુ પડતો ડોઝ નુકસાનકારક પણ હોઈ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

