Lifestyle: હળદરનું પાણી પીતી વખતે યોગ્ય સમયગાળા અને રીત વિશે જાણવું ખૂબ જરૂરી

Last Updated: January 11, 2026By

હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સોજા ઘટાડવામાં મદદ કરે છે.

કેટલા દિવસ પીવું જોઈએ?

આયુર્વેદિક નિષ્ણાતો અનુસાર, હળદરનું સેવન અમુક ચોક્કસ મર્યાદામાં જ કરવું હિતાવહ છે. સ્વસ્થ વ્યક્તિ સતત 20 થી 30 દિવસ સુધી હળદરનું પાણી પી શકે છે. જેના કારણે ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 14 થી 21 દિવસ પૂરતા છે. પાચન શક્તિ માટે પેટની સમસ્યાઓ માટે 10 થી 15 દિવસ સેવન કરવું જોઈએ. નિષ્ણાતની સલાહ વગર ક્યારેય પણ સતત 2 મહિનાથી વધુ સમય સુધી હળદરનું પાણી ન પીવું જોઈએ.

હળદરના પાણીના મુખ્ય ફાયદા

શરદી, ખાંસી અને વાયરલ ચેપ સામે રક્ષણ આપે છે. ગેસ, અપચો અને પેટના સોજામાં રાહત આપે છે. એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે આર્થ્રાઇટિસ અને સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. લોહીને શુદ્ધ કરે છે. જેનાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે અને ખીલની સમસ્યા ઘટે છે. મેટાબોલિઝમ સુધારીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

સેવનની સાચી રીત

એક ગ્લાસ પાણીને હળવું ગરમ કરો. તેમાં માત્ર ચોથાઈ ચમચી હળદર ઉમેરો. વધુ સારા પરિણામ માટે તેમાં એક ચપટી કાળી મરી (જે કર્ક્યુમિનનું શોષણ વધારે છે) અને થોડું લીંબુ ઉમેરી શકાય છે. સવારે ખાલી પેટે આ પાણી પીવું સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ  Kidney Damage Signs: હાથ અને પગથી જાણી શકાય છે કિડનીના નુકસાનના લક્ષણો, નિષ્ણાંતો શું કહે છે?, જાણો