Local Body Elections 2026 MLA Ketan Inamdars open warning to candidates be ready to resign if you dont work | Gujarat News
વડોદરાના સાવલીમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. આ દરમિયાન સાવલીના દબંગ ધારાસભ્ય કેતન ઇનામદારે એક ચૂંટણી સભામાં પોતાના જ પક્ષના ઉમેદવારોને જાહેરમાં કડક ચેતવણી આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ઇનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જીત્યા પછી જો જનતાના કામ નહીં થાય, તો તેઓ પોતે ઉમેદવારનું રાજીનામું લઈ લેશે.
કામ નહીં કરનારાના ‘કાન પકડાશે’
સાવલી નગરપાલિકાની ચૂંટણી સભામાં સંબોધન કરતા કેતન ઇનામદારે ઉમેદવારોને સાવધ કર્યા હતા. તેમણે કહ્યું કે, “ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, પણ જો જીત્યા પછી તમે લોકોના કામ નહીં કરો તો હું તમારો કાન પકડીશ. જનતાની સેવા નહીં કરનારા લોકો પાસે હું જાતે જ રાજીનામું મંગાવી લઈશ.”
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

