Local Body Elections 2026 System ready for counting of votes in 21 wards at Gujarat College officers from JCP to PI level deployed | Gujarat News
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ 28-04-2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના 21 વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચ અને પોલીસ પ્રશાસન દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા
મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર (ત્રણ સ્તરીય) પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પ્રથમ સ્તરે એસઆરપી (SRP) ના જવાનો,બીજા સ્તરે સ્થાનિક પોલીસ અને ત્રીજા સ્તરે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત રહેશે.કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિને સેન્ટરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

