Loksabha સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે Congressના 9 નેતાને નોટિસ ફટકારી
નવ કોંગ્રેસ નેતાઓને વિશેષાધિકાર ભંગ અને ગૃહના તિરસ્કારની નોટિસ ફટકારી હતી.
9 નેતા પાસે 3 દિવસમાં માગ્યો જવાબ
પીએમ મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અંગે લોકસભા સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે કૉંગ્રેસના 9 નેતાને નોટિસ ફટકારી છે. કૉંગ્રેસ સંચાર વિભાગના 9 નેતા પાસેથી 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસ ફટકારવામાં આવેલા નવ નેતાઓમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કોંગ્રેસ નેતાઓ પર પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલાનો એઆઈ-જનરેટેડ વીડિયો શેર કરવાનો આરોપ છે.
કોંગ્રેસના સંચાર વિભાગના નવ કોંગ્રેસ નેતાને નોટિસ
લોકસભા સચિવાલયે પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાના એઆઈ-જનરેટેડ વીડિયો અંગે કોંગ્રેસના સંચાર વિભાગના નવ કોંગ્રેસ નેતાઓને વિશેષાધિકાર ભંગ અને ગૃહના તિરસ્કારની નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારવામાં આવેલા નવ નેતાઓમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કોંગ્રેસ નેતાઓ પર પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલાનો એઆઈ-જનરેટેડ વીડિયો શેર કરવાનો આરોપ છે.
સ્પીકરનો ડીપફેક વીડિયો વાયરલ
જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહ સહિત નવ નેતાઓને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2025 માં, બિહાર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પરથી 36 સેકન્ડનો એઆઈ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં પીએમ મોદીની સ્વર્ગસ્થ માતા તેમના રાજકારણની ટીકા કરતી દર્શાવવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, લોકસભા સ્પીકરનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમને “આર્થિક સહાયતા સ્વાવલંબન” યોજના હેઠળ ગરીબ પરિવારો માટે ₹12 હજારની જાહેરાત કરતા દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ PM Modiએ કર્યુ India AI Impact Summit 2026નું ઉદ્ધાટન, જાણો કેટલા દેશ બન્યા મહેમાન?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

