Longevity: જીમની કસરત નહીં, આ 5 વિકલી આદતો છે જીવન જીવવાનું છે અસલી સિક્રેટ
લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે મોંઘા સપ્લિમેન્ટ્સ કે ભારે વર્કઆઉટ કરતાં પણ રોજિંદી નાની આદતો વધુ પ્રભાવશાળી હોય છે. વિશ્વભરમાં જે લોકો 100 વર્ષથી વધુ જીવે છે, તેમના જીવનમાં ‘સાદગી’ અને ‘નિયમિતતા’નો અદભૂત સમન્વય જોવા મળે છે.
લાંબી ઉમરનું રહસ્ય
આજના સમયમાં દુનિયાનો દરેક માણસ ઈચ્છે છે કે તે લાંબી, સ્વસ્થ અને આનંદમય જિંદગી જીવે. પરંતુ તેના માટે માત્ર સપ્લિમેન્ટ્સ, કડક ડાયટ અથવા ભારે કસરત પૂરતી નથી. સૌથી જરૂરી છે તમારી રોજિંદી નાની આદતો. દુનિયાભરમાં જે લોકો 100 વર્ષ કે તેથી વધુ જીવે છે, તેમાં એક વાત સામાન્ય જોવા મળે છે.તેઓ ન તો ખૂબ કડક ડાયટ ફોલો કરે છે અને ન તો ભારે કસરત પાછળ દોડે છે. તેમની લાંબી ઉમરના રહસ્ય તેમના સાદા અને નિયમિત સાપ્તાહિક રૂટિનમાં છુપાયેલું હોય છે.
દીર્ઘાયુષ્યના પાંચ મુખ્ય સ્તંભો
1. કુદરતી ગતિશીલતા (Natural Movement): આ લોકો સ્ટેપ કાઉન્ટ કરવા માટે નહીં, પણ જીવનના ભાગ રૂપે ચાલે છે. બજાર જવું, બાગકામ કરવું કે મિત્રોને મળવા જવું – આ બધું જ ચાલતા કરે છે. આ આદત સાંધા અને પાચનતંત્રને જીમ વગર જ ફિટ રાખે છે.
2. સાપ્તાહિક સંતુલિત રિધમ: તેઓ આખું અઠવાડિયું દોડધામ નથી કરતા. સપ્તાહમાં અમુક દિવસો કામ માટે અને ઓછામાં ઓછો એક દિવસ મનને ‘સ્લો ડાઉન’ કરવા માટે ફાળવે છે. આનાથી કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) નિયંત્રણમાં રહે છે, જે હૃદય માટે વરદાન સમાન છે.
3. આહારમાં સાદગી: લાંબુ જીવનારા લોકો સપ્તાહમાં એક દિવસ ઉપવાસ જેવું સાદું, મોસમી અને ઘરેલું ભોજન લે છે. તેલ-મસાલા વગરનો આહાર પાચનતંત્રને ‘રીસેટ’ કરે છે અને શરીરમાં થતા સોજા (inflammation) ઘટાડે છે.
4. મજબૂત સામાજિક સંબંધો: સ્ક્રીન ટાઈમ કરતાં ફેસ-ટુ-ફેસ મુલાકાતોને તેઓ વધુ મહત્વ આપે છે. પડોશીઓ કે પરિવાર સાથે બેસીને વાતો કરવાથી એકલતા દૂર થાય છે અને મગજ સક્રિય રહે છે. સંશોધન કહે છે કે ‘સામાજિક સંપર્ક’ આયુષ્યમાં વર્ષો ઉમેરે છે.
5. જીવનનો ઉમદા હેતુ: બીજાને મદદ કરવી કે નિઃસ્વાર્થ કામ કરવું એ તેમને માનસિક સંતોષ આપે છે. સપ્તાહમાં કોઈ પણ એક એવું કામ કરવું જેનાથી બીજાના ચહેરા પર સ્મિત આવે, તે જીવન જીવવાનો હેતુ આપે છે અને માનસિક તણાવને જડમૂળથી ખતમ કરે છે.
આ પણ વાંચોઃ Migraine Pain : જાણો માઈગ્રેન થવાના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના કુદરતી ઉપાયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

