Los Angeles Westwood Iran Protest Update; U-Haul Truck Crashes Crowds VIDEOS | અમેરિકામાં ટ્રકે અનેક લોકોને કચડી નાખ્યા, VIDEO: લોસ એન્જલસમાં ‘NO Shah’ બેનર સાથે ટ્રક ઈરાનવિરોધી રેલીમાં ઘૂસી, ભીડને કચડતી નીકળી ગઈ
17 કલાક પેહલા
- કૉપી લિંક
ઈરાન સરકાર વિરુદ્ધ શરૂ થયેલું સ્થાનિક વિરોધપ્રદર્શન હવે વિદેશમાં પણ ફેલાઈ ગયું છે. અમેરિકાના લોસ એન્જલસના વેસ્ટવૂડ વિસ્તારમાં ઈરાની શાસન વિરુદ્ધ અને ઈરાની લોકોના સમર્થનમાં એક મોટા પ્રદર્શન દરમિયાન એક યુ-હોલ ટ્રક પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગઈ. આ ઘટના 11 જાન્યુઆરી, 2026 ના રોજ બની હતી અને એમાં અનેક લોકો સામેલ થયા હતા.

આ વિરોધપ્રદર્શન વેસ્ટવૂડમાં યોજાયું હતું, જ્યાં સેંકડો લોકો ઈરાનમાં શાસન વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓના સમર્થનમાં એકત્રિત થયા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી, જોકે અત્યારસુધી એ સ્પષ્ટ નથી કે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી છે કે નહીં. લોસ એન્જલસ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ઘટના બાદ કોઈ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી નહોતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
લોસ એન્જલસ ટાઈમ્સ અનુસાર, સ્થાનિક પોલીસે ટ્રક-ડ્રાઈવરની અટકાયત કરી છે. પોલીસે હજુ સુધી ડ્રાઈવરની ઓળખ જાહેર કરી નથી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રકની સાઈડ પર અરબી ભાષા અને અંગ્રેજીમાં એક સાઈન દેખાય છે, જેમાં લખેલું છે, “NO SHAH. NO REGIME. USA: DON’T REPEAT 1953. NO MULLAH.”
પોલીસ ડ્રાઈવરને જ્યારે ત્યાંથી લઈ જઈ રહી હતી ત્યારે ઘણા પ્રદર્શનકારીઓએ તેના પર હુમલો કરવાની કોશિશ કરી, કેટલાકે ઝંડાના દંડાઓથી પણ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ નિયંત્રિત કરી હતી.
આ પ્રદર્શન ઈરાનમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો અને ત્યાંની જનતાના સંઘર્ષ સાથે જોડાયેલું છે. પ્રદર્શનકારીઓ ઈરાનના હાલના ધાર્મિક શાસન વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા અને અમેરિકા પાસે 1953ની જેમ હસ્તક્ષેપ ન કરવાની અપીલ કરી રહ્યા હતા, જ્યારે અમેરિકાએ ઈરાનમાં તખતાપલટ કરીને શાહને ફરી સત્તામાં બેસાડ્યા હતા.

પોલીસ તપાસ ચાલી રહી છે, અને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કે આ ઘટના ઇરાદાપૂર્વકની હતી કે પછી આકસ્મિક હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં ટ્રકની વિન્ડશીલ્ડ સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, કાચના ટુકડા રસ્તા પર પથરાયેલા હતા. વાહન સાથે જોડાયેલું ટ્રેલર ખાલી દેખાતું હતું, એનો પાછળનો દરવાજો ખુલ્લો હતો, જ્યારે પોલીસ ટ્રેલરની અંદરની સામગ્રી અને આસપાસના વિસ્તારની તપાસ કરી રહી હતી.

ઈરાન 15 દિવસથી હિંસક વિરોધપ્રદર્શનોથી હચમચી ઊઠ્યું છે, જેમાં 538 લોકો માર્યા ગયા છે અને 10,600થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એપી ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મૃતકોમાં 490 પ્રોટેસ્ટર્સ અને 48 સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે.
ઈરાનની અમેરિકા અને ઈઝરાયલને ધમકી
ઈરાને અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી પર આકરી ચેતવણી જાહેર કરી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે કહ્યું હતું કે જો પ્રદર્શનકારીઓને લઈને અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અમેરિકી સેના અને ઇઝરાયલ બંને ઈરાનના નિશાન પર હશે.
આ પ્રથમ પ્રસંગ છે, જ્યારે ઈરાની નેતૃત્વ દ્વારા સંભવિત વળતી કાર્યવાહીમાં ઇઝરાયલને પણ સીધી રીતે નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

