LPG Gas Cylinder Subsidy Update; Complete e-KYC Before 30 September Deadline
2 કલાક પેહલા
- કૉપી લિંક
LPG ગેસને લઈને ગ્રાહકોને સતત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ માટે ઘણી વખત છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં ઘણા ગ્રાહકો એવા છે જેમણે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોને e-KYC પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ પહેલાં 14 સપ્ટેમ્બર સુધી KYC કરાવવાની છેલ્લી તારીખ હતી. પરંતુ હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. બીજી તરફ, જે ગ્રાહકો e-KYC નહીં કરાવે તેમને 1 ઓક્ટોબરથી સબસિડીવાળો ગેસ સિલિન્ડર મળશે નહીં.
LPG ગેસ સિલિન્ડરની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકાર સતત સમય આપી રહી છે. હવે 5મી વખત e-KYCની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. પરંતુ હવે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. નહીંતર 1 ઓક્ટોબરથી તેમના ખિસ્સા પર ખર્ચનો ભાર વધશે.

એક દાયકા બાદ નિયમ બદલાશે
LPG ગ્રાહક દ્વારા e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો સબસિડીવાળો સિલિન્ડર મળવાનું બંધ થઈ જશે. જોકે આવા લોકોનું કનેક્શન કાપવામાં નહીં આવે, પરંતુ તેમને સબસિડી વગરનો બજારના નિર્ધારિત ભાવે મળતો સિલિન્ડર આપવામાં આવશે. આ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરવા માટે તારીખની જાહેરાત કરવામાં આવશે. આ નિયમ એક દાયકા બાદ ફરીથી શરૂ થવાનો છે. ટૂંક સમયમાં ઓઈલ કંપની બેવડી કિંમતની વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે.
LPG ગ્રાહકોએ શું કરવું જોઈએ
જો તમારા LPG કનેક્શનનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) થયું નથી, તો તેને સૌથી પહેલાં પૂર્ણ કરાવો. તમે આ પ્રક્રિયા ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો છો. જો ઓનલાઈન મુશ્કેલી આવી રહી હોય, તો તમે ગેસ એજન્સી પર જઈને e-KYC કરાવી શકો છો. આ કામ સંપૂર્ણપણે મફત હોય છે.
ઓનલાઇન KYC કેવી રીતે કરવું?
ઓનલાઇન e-KYC માટે તમારે તમારા મોબાઇલમાં તમારી ગેસ કંપનીની એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ નીચે મૂજબના સ્ટેપ અનુસરો:

ઓફલાઇન KYC કેવી રીતે કરવું?
તમે ગેસ એજન્સીમાં જઈને પણ KYC કરાવી શકો છો. જેના નામે ગેસ કનેક્શન છે તેમણે પોતાનું આધાર કાર્ડ લઈને એજન્સીમાં જવું પડશે. ત્યાં અરજી કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને તમારું KYC પૂર્ણ થઈ જશે. જણાવી દઈએ કે તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
—————————-
આ સમાચાર પણ વાંચો:
LICની સ્કીમમાં જીવશો ત્યાં સુધી દર મહિને 25,000 રૂપિયા મળશે:માત્ર એક વખતનું રોકાણ પછી જીવનભર કમાણી, સાથે લોનની સુવિધા પણ મળશે

દેશની સૌથી મોટી વીમા કંપની LIC દરેક લોકો માટે અલગ-અલગ પ્રકારની પોલિસી ઓફર કરે છે. તેમાં નિવૃત્તિ પછી નિયમિત આવકની ગેરંટી આપતી યોજનાઓ વધુ લોકપ્રિય છે, જેમાં રોકાણ કરવાથી જીવનભર માટે માસિક આવક નિશ્ચિત થઈ શકે છે અને વૃદ્ધાવસ્થા આનંદથી પસાર થઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડે છે.
આવી જ એક યોજના છે LIC સ્માર્ટ પેન્શન પ્લાન (LIC Smart Pension Plan), જેમાં એકસાથે રોકાણ કરીને 25,000 રૂપિયાનું માસિક પેન્શન સુનિશ્ચિત કરી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



