Lung Cancer : ધૂમ્રપાન ન કરનારા અને બાળકોમાં કેમ વધી રહ્યું છે ફેફસાનું કેન્સર? જાણો કારણો
ફેફસાંનું કેન્સર સામાન્ય રીતે ધૂમ્રપાન સાથે સંકળાયેલું હોય છે. પરંતુ હાલમાં ફેફસાના કેન્સરના એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમણે કયારેય ધ્રુમપાન કર્યું નથી. બાળકો પણ ફેફસાના કેન્સરનો શિકાર થઈ રહ્યા છે. આખરે કેમ બાળકો અને ધૂમ્રપાન ન કરનારાઓમાં આ રોગ કેમ વધી રહ્યો છે. હેલ્થ એક્સપર્ટે આ મામલે કારણ આપ્યું.
ફેફસાનું કેન્સર થવાના કારણો
બાળકો સિગારેટ ન પીતા હોય તો પણ, જો તેઓ ધૂમ્રપાન કરનારાઓની આસપાસ રહે છે તો તેમને નિષ્ક્રિય ધૂમ્રપાનનું જોખમ રહેલું છે. ઘરે અથવા જાહેર સ્થળોએ સેકન્ડહેન્ડ ધૂમ્રપાનના સંપર્કમાં આવવાથી ફેફસાંને ગંભીર નુકસાન થઈ શકે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન ના કરનારાઓમાં ફેફસાના કેન્સરનું જોખમ 20 થી 30 ટકા વધારે છે. વાયુ પ્રદૂષણ પણ આજે મોટો ખતરો બની ગયો છે. વાહનોના ધુમાડા, ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી કણો અને બાંધકામની ધૂળ ફેફસાંમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે. લાંબા ગાળાની અસરો કોષીય ફેરફારોનું કારણ બની શકે છે અને કેન્સર તરફ દોરી શકે છે.
આનુવંશિક અને હોર્મોનલ કારણો
કેટલાક કિસ્સાઓમાં, ફેફસાના કેન્સરને આનુવંશિક રીતે જોડવામાં આવે છે. બાળકોમાં જોવા મળતા ચોક્કસ જનીન પરિવર્તન, જેમ કે EGFR, કોઈપણ બાહ્ય કારણ વિના પણ કેન્સરના કોષોને ઝડપથી વધવા માટે ઉત્તેજિત કરી શકે છે. કેન્સરનો ઇતિહાસ ધરાવતા પરિવારોમાં આ જોખમ વધુ હોય છે. આ ઉપરાંત હોર્મોનલ ફેરફારો ફેફસાના કેન્સરના જોખમને પણ અસર કરી શકે છે. ચોક્કસ હોર્મોનલ પરિસ્થિતિઓ, ખાસ કરીને છોકરીઓમાં, કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.
આ પણ વાંચો : Lifestyle: Vitamin B12 શા માટે છે મહત્વપૂર્ણ, શું કહે છે કાર્ડિયોલોજિસ્ટ?, જાણો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

