Madhuri Dixit Deepfake AI Video Viral; Users Troll Actress For Revealing Dress
- Gujarati News
- Entertainment
- Madhuri Dixit Deepfake AI Video Viral; Users Troll Actress For Revealing Dress | Rashmika Mandanna Also Victim
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ‘ધક ધક ગર્લ’ એક રિવિલિંગ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
વીડિયો વાયરલ થતાં યુઝર્સે ટ્રોલ કરી
માધુરીનો વીડિયો વાયરલ થતાં જ તેને જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના પહેરવેશ પર ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
જોકે, વીડિયોને લઈને પત્રકાર જયદીપ પાંડેએ દાવો કર્યો કે, ‘આ વીડિયો ફેક AI વીડિયો છે.’

વાયરલ વીડિયોમાં માધુરી દીક્ષિત જે પ્રકારના ડ્રેસમાં દેખાઈ રહી છે, તેવો જ ડ્રેસ તેણે 2026માં ‘ન્યૂઝ 18’ના એવોર્ડ શોમાં પહેર્યો હતો.
ડીપફેક વીડિયો હોવાનો દાવો
જયદીપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક યુઝરને રિપ્લાય આપતા લખ્યું, ‘આ માધુરી દીક્ષિતનો AI દ્વારા બનાવવામાં આવેલો નકલી વીડિયો છે. કૃપા કરીને આવી કોઈ પણ વસ્તુ પોસ્ટ કે શેર કરતા પહેલાં તેની સત્યતાની તપાસ અવશ્ય કરી લો.’

જયદીપ પાંડેની પોસ્ટ.
ઘણા યુઝર્સે આ વીડિયો શેર કર્યો હતો. જ્યારે, એક યુઝરની પોસ્ટ પર કોમ્યુનિટી નોટ જારી કરીને X (અગાઉ ટ્વિટર) એ કહ્યું કે, ‘વીડિયો સંપૂર્ણપણે AIની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.’

X ની પોસ્ટ.
ઘણા સેલેબ્સના AI-જનરેટેડ પોસ્ટ બન્યા છે
નોંધનીય છે કે ઘણા સેલિબ્રિટી AI-જનરેટેડ કન્ટેન્ટનો શિકાર બની ચૂક્યા છે, જેમાં રશ્મિકા મંદાના, કેટરિના કૈફ અને સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ફેક AIથી બનેલા વીડિયો અને તસવીરોને લઈને સાઉથ એક્ટ્રેસ રુક્મિણી વસંત ભડકી ઉઠી હતી.
રુક્મિણીએ શનિવારે પોતાના X એકાઉન્ટ પર એક નોટ શેર કરીને લખ્યું હતું કે, ‘મારી ટીમ અને મેં સોશિયલ મીડિયા પર કેટલીક AI થી બનાવેલી તસવીરો જોઈ છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મારી છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ તસવીરો સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે. આ પ્રકારની એડિટેડ તસવીરો બનાવવી અને ફેલાવવી ખૂબ જ બેજવાબદાર છે. આ કોઈની પ્રાઈવસીનું મોટું ઉલ્લંઘન પણ છે.’

રુક્મિણી વસંતની પોસ્ટ.
તેણે આગળ લખ્યું હતું કે, ‘અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ તસવીરો બનાવનારા અને ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદાકીય અને સાયબર ક્રાઈમ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હું બધા લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને શેર ન કરે અને ન જ તેને પ્રોત્સાહન આપે.’
રશ્મિકાનો ડીપફેક વીડિયો સામે આવ્યો હતો
નવેમ્બર 2023માં રશ્મિકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કાળા રંગના કપડાંમાં એક લિફ્ટની અંદર જતી દેખાઈ રહી હતી. આ વીડિયો સંપૂર્ણપણે ફેક હતો. મૂળ વીડિયો બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝારા પટેલનો હતો. AI ડીપફેક ટેકનિકનો ઉપયોગ કરીને ઝારાના ચહેરાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો.
ડીપફેક શું છે? ડીપફેક એક પ્રકારનો નકલી વીડિયો છે, જેમાં વ્યક્તિનો ચહેરો, અવાજ અને અભિવ્યક્તિ બદલાઈ જાય છે. AI ટૂલ્સ દ્વારા એડિટિંગ એટલી સ્પષ્ટ રીતે કરવામાં આવે છે કે, સાચા અને નકલી વીડિયોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. પહેલા મોર્ફિંગ માત્ર સ્થિર ફોટોમાં જ કરવામાં આવતું હતું, જો કે હવે વીડિયોમાં પણ ચહેરાના હાવભાવ બદલવામાં આવે છે. ડીપફેકનો ઉપયોગ મોટાભાગે પોર્નોગ્રાફી માટે કરવામાં આવે છે, જેમાં ટેક્નોલોજીની મદદથી કોઈના પણ ફોટો કે વીડિયોને ન્યૂડ ફોટો કે વીડિયોમાં કન્વર્ટ કરવામાં આવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


