Maharashtraના આ વિસ્તારોમાં દિવસ દરમિયાન રજાની જાહેરાત, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય, શું છે મામલો?
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યુ હતુ કે, 15 જાન્યુઆરીના રોજ 29 મહાનગરપાલિકાઓમાં જે ક્ષેત્રમાં મતદાન થવાનું છે. ત્યાં રજાની જાહેરાત કરાઇ છે.
મતદાતાઓ મતાધિકારનો કરો ઉપયોગ
નગરપાલિકા ક્ષેત્રમાં આવનાર સરકારી અને અર્ધ-સરકારી કાર્યાલયો, નિગમો, બોર્ડ, સાર્વજનિક ઉપક્રમ, બેંક અને કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં તમામ કાર્ય બંધ રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યુ છે કે, ઇવીએમની વ્યવસ્થા સહિત તમામ કાર્યોને આખરી ઓપ અપાયો છે. અને મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષનો આદેશ
રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ દિનેશ વાઘમારે નિર્દેશ આપ્યા છે કે, પર્યાપ્ત સંખ્યામાં મતદાન અને મતગણતરી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે. અને તમામ કર્મચારીઓએ પોતાના સમય મુજબ તાલીમ પ્રાપ્ત કરે. દિનેશ વાઘમારેએ વધુમાં કહ્યુ હતુ કે, તાલીમ દરમિયાન જે કર્મચારીઓ ગેરહાજર રહેશે તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
આ શહેરોમાં યોજાશે મતદાન
મુંબઇ, ઠાણે, નવી મુંબઇ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયદંર, વસઇ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાંવ, અહિલ્યાનગર, જળગાંવ, ધુળે, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, ઇચલકરંજી, સાંગલી-મિરાજ-કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, પરભણી, જાલના, લાતૂર, અમરાવતી, અકોલા, નાગપુર અને ચંદ્રપુરમાં મતદાન હાથ ધરવામાં આવશે.
મતદાન કેન્દ્ર પર તમામ સુવિધાઓ
અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, મતદાનની પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવે. મતદાન કેન્દ્ર પર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થામાં કોઇ ખલેલ ન પહોંચે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. મતદાતાઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ, જાણો શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

