Mahashivratri 2026 : ઉપવાસમાં મજા પડી જાય તેવી ટેસ્ટી ફરાળી કચોરી બનાવવાની પરફેક્ટ રીત
ઉપવાસમાં ફરાળી ભોજનમાં તમે વિવિધતા લાવી શકશો. બટાકાની સૂકી ભાજી અને મોરૈયાની ખીચડી સિવાય સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈ શકશો. ઉપવાસમાં કંઇક સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક ખાવો હોય તો ફરાળી કચોરી બેસ્ટ વાનગી છે. બટાકામાંથી બનતી આ કચોરી ઉપવાસ ખવાતી લોકપ્રિય વાનગી છે. આગામી દિવસોમાં શિવરાત્રિ આવી રહી છે. આ શિવરાત્રિ પર તમે ફરાળી કચોરી બનાવવા માગતા હોવતો જાણો અહીં તેની સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી છે.
ફરાળી કચોરી માટે સામગ્રી
- 500 ગ્રામ – બટાકા (બાફેલા અને મેશ કરેલા)
- 3-4 મોટી ચમચી – રાજગરાનો લોટ (બાઈન્ડિંગ માટે)
- 1 કપ – સીંગદાણાનો ભૂકો
- 1 મોટી ચમચી – તલ
- ½ કપ – કોપરું (ખમણેલું સૂકું કોપરું)
- 1 મોટી ચમચી- લીલા મરચા-આદુની પેસ્ટ
- 1 મોટી ચમચી – લીંબુનો રસ
- કાજુ-દ્રાક્ષના ટુકડા
- લીલી કોથમીર ક્રશ કરેલી
ફરાળી કચોરી બનાવવાની રીત
ઉપવાસ માટે ફરાળી કચોરી બનાવવા માટે પહેલા સ્ટફિંગ તૈયાર કરી લો. એક બાઉલમાં સીંગદાણાનો ભૂકો, કોપરું, આદુ-મરચાની પેસ્ટ, તલ, ખાંડ, લીંબુનો રસ, મીઠું, કાજુ-દ્રાક્ષ અને કોથમીર મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાની નાની ગોળીઓ (લગભગ લખોટી જેવડી) બનાવી લો. બાફેલા અને મેશ કરેલા બટાકામાં તપકીરનો લોટ અને મીઠું નાખીને બરાબર લોટ જેવું તૈયાર કરી લો. ધ્યાન રાખવું કે બટાકામાં ગઠ્ઠા ન રહે. હાથ પર થોડું તેલ લગાવો. બટાકાના મિશ્રણમાંથી એક લૂવો લઈ તેને હથેળીમાં ફેલાવી પૂરી જેવું કરો. તેની વચ્ચે તૈયાર કરેલી સ્ટફિંગની ગોળી મૂકીને ચારે બાજુથી બંધ કરી ગોળ કચોરી વાળી લો. તેને તપકીરના લોટમાં સહેજ રગદોળી લો જેથી તે ફાટે નહીં. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચ પર કચોરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
આ પણ વાંચો : Punjabi Recipe : ટ્રેડિશનલ રાજમા ચાવલમાં છોડો, ટ્રાય કરો આ ટેસ્ટી વાનગી
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

