Mahhi Vij Love Affair Salman Khan Best Friend Nadeem Qureshi; Daughter Tara Calls Abba Photos | માહી વિજનું સલમાન ખાનના બેસ્ટફ્રેન્ડ સાથે ઇલુઇલુ: ખુલ્લમખુલ્લા પ્રેમનો એકરાર કર્યો, દીકરી તારાએ પણ નદીમ કુરેશીને ‘અબ્બા’ ગણાવ્યો
46 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનના સૌથી પોપ્યુલર કપલ જય ભાનુશાળી અને માહી વિજે 14 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો છે. ત્યારે છૂટાછેડાની વાત વચ્ચે માહીએ સલમાન ખાનના બેસ્ટ ફ્રેન્ડ નદીમ કુરેશી માટે ખુલ્લમખુલ્લા પ્રેમ વ્યક્ત કર્યો છે. માહી અને જયની દીકરી તારાએ પણ નદીમને ‘અબ્બા’ (પિતા) કહીને સંબોધ્યા છે. માહીની પોસ્ટ ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ત્યારે ટ્રોલ થવાના ડરે માહીએ કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.
વાસ્તવમાં માહી વિજે નદીમ કુરેશીના જન્મદિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. માહીએ નદીમ સાથેનો એક ફોટો શેર કરીને પોતાની લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરી છે. માહીએ પોતને અને નદીમને ‘બે શરીર એક આત્મા’ ગણાવ્યા છે.
માહીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,
એ વ્યક્તિને જન્મદિવસ મુબારક, જેને મેં સંજોગોવશાત નહીં પરંતુ દિલથી પસંદ કરી છે. એ વ્યક્તિ માટે, જે મારા એક પણ શબ્દ બોલ્યા વગર મારી વાત સાંભળી લે છે; એ વ્યક્તિ માટે, જે મારી સાથે એટલા માટે નથી ઊભો કારણ કે તેણે ઊભા રહેવું પડે છે, પણ એટલા માટે ઊભો છે કારણ કે તે પોતે ઈચ્છે છે- તું જ મારો પરિવાર છે, તું જ મારું સુરક્ષિત સ્થાન છે અને તું જ મારો કાયમી સાથ છે. તું માત્ર મારો બેસ્ટ ફ્રેન્ડ જ નથી, તું મારી શાંતિ છે, મારી શક્તિ છે અને મારું ઘર છે. તારી સાથે હું જેવી છું તેવી રહી શકું છું- તૂટેલી, ખુશ, લાગણીશીલ કે અધૂરી અને તેમ છતાં હું સંપૂર્ણ સ્વીકૃતિ અને પ્રેમ અનુભવું છું.

માહી વિજે નદીમ કુરેશી સાથેનો ફોટો શેર કર્યો.
‘નદીમ અને માહી એક જ છે’
હા, ક્યારેક આપણે એકબીજા પર ગુસ્સે થઈએ છીએ. હા, આપણે લડીએ છીએ. હા, ક્યારેક આપણે દિવસો સુધી વાત પણ નથી કરતા. પરંતુ આપણી વચ્ચેનું મૌન ભલે ગમે તેટલું લાંબું હોય, તેનો અંત હંમેશા એક જ જગ્યાએ થાય છે- ‘આપણા’ પર. કારણ કે મનના ઊંડા ખૂણે આપણે બંને જાણીએ છીએ કે નદીમ અને માહી એક જ છે. આપણી આત્માઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે, જેને શબ્દોમાં ક્યારેય પૂરેપૂરી રીતે સમજાવી શકાતી નથી.

માહીએ નદીમનો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો.
‘જે ઘા વિશે મને જાણ પણ નહોતી, તે એ ઘા રૂઝાવ્યા છે’
જીવન હંમેશા સરળ નહોતું, પણ તારા હોવાથી બધું જ હળવું, બધું જ મજબૂત અને બધું જ બહેતર બનાવી દે છે. જ્યારે હું નબળી પડું છું, ત્યારે તું મારો સહારો બને છે, જ્યારે હું પોતાની જાત પર વિશ્વાસ કરવાનું ભૂલી જાઉં છું, ત્યારે તું મારા પર ભરોસો રાખે છે અને તું મને એવી રીતે પ્રેમ કરે છે કે, મારા એવા ઘા પણ રુઝાઈ જાય છે, જેના વિશે મને ખબર પણ નહોતી કે તે તૂટેલા હતા.

માહી વિજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણીઓ શેર કરી.
‘હું તને પ્રેમ કરું છું, નદીમ’
હું તને પ્રેમ કરું છું, નદીમ- માત્ર એટલા માટે નહીં કે તું કોણ છે, પણ એટલા માટે કે તું મને કેવું અનુભવ કરાવે છે, તું જે રીતે મારી પડખે ઊભો રહે છે અને જે રીતે તું મારું હૃદય, મારું ઘર અને મારો પરિવાર છે. આજે પણ અને હંમેશા માટે.

જય અને માહીની દીકરી તારાએ નદીમ કુરેશીને ‘અબ્બા’ ગણાવ્યા.
‘હું તમને અઢળક પ્રેમ કરું છું, અબ્બા’
માહી વિજની સાથે સાથે તેની અને જયની દીકરી તારાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નદીમ સાથેના ફોટો શેર કર્યાં. સાથે જ તેણે લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ મારા અબ્બા. હું તમને ખૂબ ખૂબ ખૂબ પ્રેમ કરું છું. તમારી તારા.’

તારાએ ‘અબ્બા’ નદીમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
ટ્રોલ થવાના ડરે કોમેન્ટ સેક્શન બંધ કર્યું
જય અને માહીના છૂટાછેડાની ચર્ચાથી લઈને બંનેએ આ અંગે સ્પષ્ટતા કરી, ત્યારથી તેમને સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેવામાં નદીમ માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કર્યાં બાદ માહીએ ટ્રોલ થવાના ડરે પોસ્ટની નીચે કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.
સલમાનનો સૌથી જૂનો મિત્ર છે નદીમ
નોંધનીય છે કે, નદીમ કુરેશી સલમાન ખાનની ટેલિવિઝન પ્રોડક્શન કંપની ‘SK TV’ (Salman Khan TV) ના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર છે. તે ‘ધ કપિલ શર્મા શો’ના સીઈઓ પણ રહી ચૂક્યા છે. સલમાન અને નદીમ વચ્ચે માત્ર પ્રોફેશનલ જ નહીં, પણ અત્યંત ગાઢ અંગત સંબંધ પણ છે. સલમાન પોતે નદીમને સૌથી નજીકનો અને સૌથી જૂનો મિત્ર ગણાવે છે. સલમાન તેને પ્રેમથી ‘Nadz’ કહીને બોલાવે છે.
જય-માહીએ 14 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો

જય અને માહીએ 2011માં લગ્ન કર્યાં હતાં. તેમના ઘરે 2019માં દીકરી તારાનો જન્મ થયો હતો.
જય અને માહીના લગ્ન 2011માં થયા હતા. બંનેએ 2017માં એક દીકરો રાજવીર અને એક દીકરી ખુશીને દત્તક લીધી હતી. તેના પહેલાં બાયોલોજિકલ ચાઈલ્ડ, દીકરી તારાનો જન્મ 2019માં થયો હતો. થોડા સમયથી બંનેએ તેમના સોશિયલ મીડિયા પર સાથે પોસ્ટ કરવાનું ઓછું કરી દીધું હતું, પરિણામે તેમના અલગ થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેવામાં અઠવાડિયા પહેલાં બંનેએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને છૂટાછેડાની પુષ્ટી કરી છે.

જય અને માહીએ અલગ થવા અંગે સત્તાવાર નિવેદન આપી પુષ્ટી કરી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

