Manav Suthar; IND vs SL 2nd TEST DAY-4 LIVE Score Updates Shubman Gill Ravindra Jadeja
- Gujarati News
- Sports
- Cricket
- Manav Suthar; IND Vs SL 2nd TEST DAY 4 LIVE Score Updates Shubman Gill Ravindra Jadeja | Yashasvi Jaiswal
સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. આજે તમામ નજરો શ્રીલંકાના નીચલા ક્રમના બેટર્સ પર રહેશે. ગઈકાલે વરસાદના કારણે રમત વહેલી બંધ થઈ ત્યારે શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં 8 વિકેટે 265 રન બનાવી લીધા હતા. ભારતના પ્રથમ ઇનિંગ્સના 503 રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકા હજુ પણ 238 રન પાછળ છે અને તેને હાર તેમજ ફોલોઓનનું સંકટ ટાળવા માટે વધુ 38 રનની જરૂર છે.
ત્રીજા દિવસે અણનમ પરત ફરેલા સોનલ દિનુષા (85 રન) અને લાહિરુ કુમારા (8 રન) આજે ચોથા દિવસની રમત આગળ વધારશે. સોનલ દિનુષાએ અત્યાર સુધી એક છેડો સાચવી રાખીને શાનદાર લડત આપી છે, પરંતુ હવે તેના માટે ટેલએન્ડર્સ સાથે મળીને બાકીના 38 રન જોડવા એ એક મોટો પડકાર બની રહેશે.

ભારત ફોલોઓન આપશે કે પોતે બેટિંગમાં ઉતરશે?
ભારતીય ટીમનો પ્લાન ચોથા દિવસના પહેલા જ કલાકમાં શ્રીલંકાની બાકીની 2 વિકેટ ઝડપી લેવાનો રહેશે. પ્રથમ ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લઈને લંકાના ટૉપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. ટીમ ઈન્ડિયા સવારના સેશનમાં શ્રીલંકાને વહેલી તકે ઓલઆઉટ કરીને મોટી લીડ મેળવવા ઇચ્છશે.
જો ભારતીય બોલરો શ્રીલંકા વહેલા ઓલઆઉટ કરી દે છે, તો ભારત પાસે શ્રીલંકાને ફોલોઓન આપવાનો વિકલ્પ રહેશે. પીચ પર સ્પિનરોને મદદ મળી રહી હોવાથી ભારત શ્રીલંકાને ફરીથી બેટિંગમાં ધકેલીને મેચ ચોથા દિવસે જ ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે અથવા ઝડપી રન બનાવીને મોટો ટાર્ગેટ આપવાનું પણ વિચારી શકે છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



