mardaani-3-trailer-release-rani-mukerji-shivani-shivaji-roy | 3 મહિનામાં 93 છોકરી ગાયબ!: ચાઈલ્ડ ટ્રાફિકિંગના કેસ ધડાધડ વધ્યા, રાની મુખર્જીની સાથે ગુજ્જુ સ્ટાર જાનકી ‘અમ્મા’ને નાની યાદ અપાવશે; ‘મર્દાની 3’નું ખતરનાક ટ્રેલર રિલીઝ
2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મર્દાની 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ અને 16 સેકન્ડનું આ ટ્રેલર તમારા રૂંવાડાં ઊભાં કરવા માટે પૂરતું છે. એક્ટ્રેસ ફરી એકવાર તેના આઇકોનિક પાત્ર શિવાની શિવાજી રોયના રૂપમાં મોટા પડદા પર કમબેક કરવા તૈયાર છે.
‘મર્દાની 3’નું ટ્રેલર રિલીઝ ફિલ્મ ભલે જ સાચી ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાતું હોય, પરંતુ ટ્રેલરમાં વાર્તા કહેવાની સ્ટાઈલ અત્યંત ડરામણી છે. ‘મર્દાની 3’ તમને અંદર સુધી ગુનાનો એહસાસ કરાવે છે. ટ્રેલરની શરૂઆત એક રમતી બાળકીના અપહરણથી થાય છે. આ પછી જણાવવામાં આવે છે કે શહેરમાં નાની બાળકીઓનું સતત અપહરણ થઈ રહ્યું છે. આ કેસ ઉકેલવા માટે શિવની શિવાજી રોયને બોલાવવામાં આવે છે. જ્યારે કેસની તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે છેલ્લા ત્રણ મહિનામાં 93 છોકરીનું અપહરણ થઈ ચૂક્યું છે અને આ બધા ગુનાઓ પાછળ ‘અમ્મા’નો હાથ છે.


‘અમ્મા’ કોઈ ડરામણા સપના કરતાં પણ વધુ ભયાનક છે. તે છોકરીઓનું અપહરણ કરીને તેમની સાથે શું કરે છે એ ટ્રેલરમાં ખૂબ જ કુશળતાથી છુપાવવામાં આવ્યું છે, પરંતુ સ્ટોરીની જેટલી ઝલક આ ટ્રેલર આપે છે એ તમારા દિલના ધબકારા વધારવા માટે પૂરતી છે.

એક્શન, ડાયલોગ્સ અને પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર ‘મર્દાની 3’ના ટ્રેલરમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ, દમદાર ડાયલોગ્સ અને મજબૂત બેકગ્રાઉન્ડ સ્કોર જોવા મળે છે. રાનીનો રફ-ટફ પોલીસ અવતાર ફરી એકવાર ચાહકોને ‘મર્દાની’ અને ‘મર્દાની 2’ની યાદ અપાવે છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વખતે શિવની શિવાજી રોયની લડાઈ માત્ર ગુનેગારો સામે જ નહીં, પણ એક ખતરનાક સિસ્ટમ સામે પણ છે.
ગુજ્જુ સ્ટાર જાનકી બોડીવાલા પણ દેખાશે ‘શૈતાન’ ફિલ્મમાં જાનકી બોડીવાલાની એક્ટિંગ જોઈ રાની મુખર્જી અને આદિત્ય ચોપરા પ્રભાવિત થયાં હતાં, તેથી તેણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપી. ટ્રેલરમાં તેના એક્શન અવતારની ઝલક જોવા મળી છે. જો રોલની વાત કરવામાં આવે તો ગુજ્જુ સ્ટાર રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

રાની મુખર્જી સાથે જાનકી બોડીવાલા
ટ્રેલર રિલીઝ થતાં જ ચાહકોએ રાની મુખર્જીનાં જોરદાર વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. કોમેન્ટ સેક્શન ‘રાની ઇઝ બેક’થી છલકાઈ ગયો છે. કોઈ તેના એક્શન અવતારને સલામ કરી રહ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે ‘મર્દાની 3’ અત્યારસુધીની સૌથી પાવરફુલ ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 30 જાન્યુઆરીએ રિલીઝ થશે.

‘મર્દાની’માં રાની પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી રહી છે.
‘મર્દાની’એ કેટલી કમાણી કરી હતી ‘મર્દાની’નો પહેલો ભાગ 22 ઓગસ્ટ 2014ના રોજ રિલીઝ થયો હતો, જેનું ડિરેક્શન પ્રદીપ સરકારે કર્યું હતું. ફિલ્મે ભારતમાં લગભગ 35થી 36 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી, જ્યારે વર્લ્ડવાઇડ કલેક્શન લગભગ 59.55 કરોડ રૂપિયા રહ્યું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ સાબિત થઈ. આ પછી ‘મર્દાની 2’ ફિલ્મ 13 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ. આ ફિલ્મનું ડિરેક્શન ગોપી પુથરને કર્યું હતું. ‘મર્દાની 2’ એ ભારતમાં લગભગ 47.51 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી અને વિશ્વભરમાં લગભગ 67.12 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ રહી.
જુઓ સંપૂર્ણ ટ્રેલર-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

