Mass shooting in Mississippi city, six people killed | અમેરિકાના મિસિસિપીમાં ગોળીબાર: છ લોકોનાં મોત, માનસિક અસ્થિર વ્યક્તિએ 3 અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ કર્યું; શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
1 કલાક પેહલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
મિસિસિપી શહેરમાં સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી હતી, જેમાં છ લોકોના મૃત્યુ થયા છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ અલગ-અલગ 3 જગ્યાએ ગોળીબાર કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે ફેસબુક પર ઘટનાની અંગેની વિગતો આપી છે. તેમણે લખ્યું હતું કે, કમનસીબીની વાત છે કે આપણા સમુદાયમાં એક મોટી દર્દનાક ઘટના બની છે. હિંસાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાઓ વેસ્ટ પોઈન્ટમાં ત્રણ જગ્યાએ ગોળીબારીની ઘટના બની હતી. ઘટનામાં સામેલ વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. મિસિસિપીના ઉત્તર-પૂર્વમાં સ્થિત ક્લે કાઉન્ટીની વસ્તી આશરે 20,000 છે.

ધ એસોસિએટેડ પ્રેસ’ના અહેવાલ મુજબ, આ ગોળીબાર અલબામા સરહદ પાસે આવેલા વેસ્ટ પોઈન્ટમાં થયો હતો. શેરિફ સ્કોટે NBC ન્યૂઝને જણાવ્યું હતું કે આ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી કેટલાક શૂટરના સંબંધીઓ હતા.
નોંધનીય છે કે, ગયા વર્ષના ઓક્ટોબરમાં પણ મિસિસિપીમાં આ જ પ્રકારની ઘટનાઓ બની હતી. ઓક્ટોબર મહિનામાં થયેલી આ ગોળીબારની ઘટનાઓ કથિત રીતે હાઈસ્કૂલ ફૂટબોલ રમતો સાથે જોડાયેલી હતી. મિસિસિપીના ઉત્તર-પશ્ચિમ શહેર લી માં આવા જ એક હુમલામાં છ લોકોની હત્યા કરવામાં આવી હતી અને 12 અન્ય ઘાયલ થયા હતા.
અધિકારીઓએ હજુ સુધી ગોળીબારના ચોક્કસ કારણો વિશે કોઈ માહિતી આપી નથી, કે પીડિતોની ઓળખ જાહેર કરી નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

