Meta Warned Over Child Safety: Strict Action & WhatsApp Rules | Gujarat News
ભારત સરકારે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર બાળકોની ઓનલાઈન સુરક્ષા અને કાયદાકીય પાલનને લઈને પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ કરી દીધું છે. મેટા સાથેની તાજેતરની ઉચ્ચસ્તરીય બેઠક અને વાતચીતમાં સરકારે કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન થશે, તો પ્લેટફોર્મને ‘સેફ હાર્બર’ (Safe Harbor) સુરક્ષાનો લાભ મળશે નહીં.
બાળકોની સલામતીના મુદ્દે કોઇ છૂટછાટ નહીં
સરકાર હવે ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકોની સલામતીના મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી. ખાસ કરીને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) સંબંધિત કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે અને તેમાં ક્ષતિ જણાતા સંડોવાયેલા પ્લેટફોર્મને કાનૂની રક્ષણ આપવામાં આવશે નહીં.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


