Migraine Pain : જાણો માઈગ્રેન થવાના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના કુદરતી ઉપાયો

Last Updated: January 17, 2026By

માઈગ્રેન એ માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી, પરંતુ એક જટિલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આમાં થતો દુખાવો એટલો અસહ્ય હોય છે કે વ્યક્તિને લાગે છે કે તેનું માથું ફાટી જશે.આ દુખાવો ફક્ત માથાને જ નહીં પણ આંખોને પણ અસર કરે છે, તેથી જ્યારે માઈગ્રેન શરૂ થાય છે, ત્યારે તે દ્રષ્ટિની સમસ્યાઓ અને ઝણઝણાટનું કારણ બની શકે છે. ઘણીવાર આ દુખાવો માથાના એક ભાગમાં લાંબા સમય સુધી રહે છે. એટલે જ માઈગ્રેન શા કારણે થાય છે તે જાણવું જરૂરી છે. માઈગ્રેનના દુખાવામાં દવાઓ પર આધાર રાખવાને બદલે નેચરોપથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

માઈગ્રેન થવાના કારણો

નિષ્ણાતો કહે છે કે માઈગ્રેનનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ માનસિક તણાવ અને ઊંઘનો અભાવ, હોર્મોનલ ફેરફાર, ખોરાક અને સોફ્ટ ડ્રિંકસ અને હવામાનમાં અચાનક થતા ફેરફારના કારણે થાય છે. પૂરતી ઊંઘ ન લેવી અથવા સતત ચિંતા કરવાના કારણે માઈગ્રેન થાય છે. આ ઉપરાંત ખાસ કરીને સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન થતા ફેરફારો અને વધુ પડતું કેફીન (ચા-કોફી), આલ્કોહોલ અથવા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ માઈગ્રેન થવાનું કારણ હોઈ શકે છે.

માઈગ્રેનમાં દેખાય છે આ લક્ષણો

જો તમને માઈગ્રેન હોય, તો તે ઊંઘનો અભાવ અથવા વધુ પડતા તણાવને કારણે થઈ શકે છે. માથાના દુખાવાની સાથે પેટમાં અસ્વસ્થતા અનુભવો છો. સતત દુખાવાના કારણે તમે વધુ ચીડિયા બની જાવ છો. માથામાં સોય ભોંકાતી હોય તેવો તીક્ષ્ણ દુખાવો થતો હોય તો ચોક્કસ તમને માઈગ્રેન છે.  આ દુખાવામાં રાહત મેળવવા ફક્ત દવાઓ પર નિર્ભર ના રહેવું જોઈએ. નેચરોપથી અને કુદરતી ઉપાય દ્વારા તમે માઈગ્રેનમાં રાહત મેળવી શકો છો.

માઈગ્રેનનો નેચરલ ઉપાય

માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 100 મિલી હૂંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ, એક ચપટી મીઠું અને થોડો ગોળ ઉમેરી પી જાવ. આ ડ્રિંકસ માઈગ્રેનમાં જાદુઈ અસર કરશે. 5 કિસમિસ લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. દરરોજ સવારે ખાલી પેટ ચાવીને ખાઈ જાઓ. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે, ખનિજો અને ચેતાને સંતુલિત કરે છે, માઇગ્રેન માટેનો રાહત પેક જેમાં સૂકા આદુ પાવડર, સિંધવ મીઠું, લવિંગ, અજમો અને તુલસીના પાનને હળવા હાથે શેકી લો. તેમને હળવા સુતરાઉ કાપડમાં લપેટી લો. આ પેકને તમારા કપાળ પર, ગરદનના પાછળના ભાગ પર અને સાઇનસના વિસ્તાર પર હળવેથી દબાવો.

આ પણ વાંચો : Lifestyle: શું માત્ર એક દવાથી જ ખત્મ થઇ શકે છે Cancer, જાણો શું કહે છે નિષ્ણાંતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )