Mirzapur The Film: Sweety is Back! Shriya Pilgaonkar Joins Pankaj Tripathi & Ali Fazal | ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ’માં મોટો ટ્વિસ્ટ!: સ્વીટીના રોલમાં ફરી જોવા મળશે શ્રિયા પિલગાંવકર, એક્ટ્રેસે શૂટિંગના ફોટો શેર કર્યાં
57 મિનિટ પેહલા
- કૉપી લિંક
વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેનું નામ ‘મિર્ઝાપુ ધ ફિલ્મ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી એ સામે આવી છે કે, તેમાં ‘મંડલા મર્ડર્સ’ ફેમ એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકર પણ જોવા મળશે.
શ્રિયાએ સ્ટાર કાસ્ટ સાથે ફોટો શેર કર્યો
શ્રિયાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી કે, તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. એક્ટ્રેસે ફિલ્મ સાથે જોડાયેલા બે ફોટો શેર કર્યાં છે. પહેલી તસવીરમાં ફિલ્મનો ક્લેપબોર્ડ દેખાઈ રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં શ્રિયા અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, પંકજ ત્રિપાઠી, રસિકા દુગ્ગલ સહિત અન્ય કલાકારો સાથે જોવા મળી રહી છે.
પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, ‘8 વર્ષ પછી… વિચારો કે કોણ મોતના મોંમાંથી પાછું ફર્યું છે. મિર્ઝાપુર: ધ ફિલ્મ. હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. જલ્દી મુલાકાત થશે.’

શ્રિયાએ લખ્યું, ‘મિર્ઝાપુર: ધ ફિલ્મ. હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. જલ્દી મુલાકાત થશે.’

ફોટોમાં શ્રિયા સાથે અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, પંકજ ત્રિપાઠી, રસિકા દુગ્ગલ સહિત અન્ય કલાકારો જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે, શ્રિયાએ ‘મિર્ઝાપુર’ની સીઝન વનમાં સ્વીટી ગુપ્તાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રની હત્યા પહેલી સીઝનમાં થઈ જાય છે. જોકે, હવે ફરી એકવાર શ્રિયા ફિલ્મમાં સ્વીટીના રોલમાં જોવા મળશે.

શ્રિયાએ ક્લેપબોર્ડનો ફોટો શેર કર્યો.
‘મિર્ઝાપુર: ધ ફિલ્મ’ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા), અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), દિવ્યેન્દુ (મુન્ના ત્રિપાઠી), અભિષેક બેનર્જી અને જિતેન્દ્ર કુમાર જેવા મુખ્ય કલાકારો જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન ગુરમીત સિંહ કરી રહ્યા છે, જ્યારે વાર્તા પુનીત કૃષ્ણાએ લખી છે.
તેને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. સિનેમાઘરોમાં રિલીઝ થયાના લગભગ આઠ અઠવાડિયા પછી ફિલ્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર 2025માં શરૂ થયું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

