Mirzapur: The Movie Teaser VIDEO
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
OTT પ્લેટફોર્મ પર તમામ રેકોર્ડ તોડનારી સુપરહિટ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ક્રેઝ સાતમા આસમાને પહોંચી ગયો છે. મિર્ઝાપુરની ગાદી, સત્તા અને લોહીયાળ દુશ્મનીનો નશો ફરી એકવાર દર્શકોના દિલ-દિમાગ પર છવાઈ જવાનો છે. મેકર્સે ટીઝર રિલીઝના એક દિવસ પહેલા તમામ કલાકારોના કેરેક્ટર પોસ્ટર્સ શેર કર્યા હતા, જેમાં કેપ્શન લખ્યું હતું- “ગદી હૈં તો હમ હૈં!”
ફિલ્મનું ટીઝર કેવું છે?
પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ ભયાનક અવતારમાં દેખાય છે. મિર્ઝાપુરની ગાદી માટે ત્રણેય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ટીઝરમાં અલી ફઝલ અને દિવ્યેન્દુ પ્રભાવશાળી એક્શન સિક્વન્સ કરતા જોવા મળે છે.

ટીઝરમાં કાલીન ભૈયાની એન્ટ્રી

અલી ફઝલનો આઇકોનિક ‘ગુડ્ડુભૈયા’નો અવતાર

મુન્નાભૈયાનો સ્વેગ
જીતેન્દ્ર કુમાર બનશે ‘બબ્લુ પંડિત’ અને રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી
આ ફિલ્મમાં દર્શકોને મોટી સરપ્રાઈઝ આપવામાં આવી છે. ‘પંચાયત’ ફેમ જીતેન્દ્ર કુમાર આ ફિલ્મમાં ‘બબ્લુ પંડિત’ ના આઇકોનિક રોલમાં જોવા મળશે. આ સિવાય ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પણ આ યુનિવર્સમાં એન્ટ્રી થઈ છે, જે કહાનીમાં એક નવો વળાંક લાવશે. પૂર્વાંચલની ગલીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી ફેલાયેલી આ વાર્તા પહેલા કરતા પણ વધુ ભયાનક અને લાર્જર-ધેન-લાઈફ હોવાની ખાતરી આપે છે.

‘મિર્ઝાપુર’ ફિલ્મમાં ‘પંચાયત’ ફેમ જીતેન્દ્ર કુમાર દેખાશે

રવિ કિશનની પણ ફિલ્મમાં એન્ટ્રી
અબજોપતિ માફિયા કાલીન ભૈયાની કહાની
ફિલ્મની સ્ટોરી પૂર્વાંચલના એવા અંધકારમય સામ્રાજ્યની છે જ્યાં કોઈ કાયદો ચાલતો નથી. અહીં માત્ર અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે ‘કાલીન ભૈયા’નું રાજ ચાલે છે. આ મૂવી વર્ઝન વર્ષ 2018માં શરૂ થયેલા સીઝન 1ના સમયગાળા સાથે જોડાયેલું રહેશે, પરંતુ તેમાં એક તદ્દન નવો અને અત્યાર સુધી ન સાંભળેલો અધ્યાય મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં આ કલાકારો ઉપરાંત અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ અને શ્વેતા ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકારોની લાંબી ફોજ જોવા મળશે.

શ્રિયા પિલગાંવકર, રસિકા દુગ્ગલ અને શીબા ચઢ્ઢા પણ જોવા મળશે
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે, જ્યારે તેના પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ હિન્દી અને તેલુગુ ભાષામાં આગામી 4 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. દર્શકો હવે થિયેટરોમાં કાલીન ભૈયાનો ખોફ જોવા આતુર બન્યા છે.
સૌથી લોકપ્રિય ક્રાઈમ-એક્શન વેબ સિરીઝ
‘મિર્ઝાપુર’ ભારતની સૌથી લોકપ્રિય ક્રાઈમ-એક્શન વેબ સિરીઝમાંની એક છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી અને તે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશ અને મિર્ઝાપુરની પૃષ્ઠભૂમિ પર સેટ છે. ‘મિર્ઝાપુર’ની પહેલી સિઝન 16 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ થઈ હતી, જેમાં કુલ 9 એપિસોડ હતા. ત્યારબાદ બીજી સિઝન 23 ઓક્ટોબર, 2020ના રોજ રિલીઝ થઈ હતી, જેમાં 10 એપિસોડ હતા. ત્રીજી સિઝન 5 જુલાઈ, 2024ના રોજ રિલીઝ થઈ હતી; આ સિઝનમાં પણ 10 એપિસોડ હતા.
જુઓ સંપૂર્ણ ટીઝર:-
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


