Most expensive domain sale : માત્ર બે અક્ષર, કિંમત ₹600 કરોડ! AI પાછળની ચોંકાવનારી વાત
ઇન્ટરનેટની દુનિયામાં ડોમેન નામોને “ડિજિટલ રિયલ એસ્ટેટ” કહેવાય છે. જેટલું ટૂંકું, સરળ અને અર્થસભર નામ હોય, તેટલું તેનું મૂલ્ય વધારે હોય છે. તાજેતરમાં AI.com નામના ડોમેનએ ઇતિહાસ રચ્યો છે. આ ડોમેન લગભગ $70 મિલિયન (₹550–₹600 કરોડ)માં વેચાયું હોવાનું જણાવવામાં આવે છે, જે અત્યાર સુધીનું સૌથી મોંઘું જાહેર થયેલું ડોમેન સોદું માનવામાં આવે છે.
ડોમેન ખરીદનાર વ્યક્તિ
આ ડોમેન ખરીદનાર વ્યક્તિ છે Chris Marszalek, જે વિશ્વપ્રખ્યાત ક્રિપ્ટો પ્લેટફોર્મ Crypto.comના સહ-સ્થાપક અને CEO છે. ક્રિસ માર્ઝાલેકને ટેક અને ક્રિપ્ટો ઉદ્યોગમાં એક બોલ્ડ અને દુરંદેશી બિઝનેસ લીડર તરીકે ઓળખવામાં આવે છે.
1993માં મલેશિયાના એક 10 વર્ષના બાળક
આ કહાની વધુ રસપ્રદ બને છે કારણ કે AI.com ડોમેન 1993માં મલેશિયાના એક 10 વર્ષના બાળક, ઇસ્માઇલ, દ્વારા નોંધાવવામાં આવ્યું હતું. તે સમયે ઇન્ટરનેટ નવી વસ્તુ હતી અને ડોમેનની કિંમત લગભગ એક કોફીના કપ જેટલી, એટલે કે ₹1,000થી પણ ઓછી હતી. વર્ષો પછી, AI ટેકનોલોજી દુનિયાના કેન્દ્રમાં આવી અને એ જ ડોમેન આજે કરોડોની મિલ્કત બની ગયું.
ડોમેન માત્ર “સંગ્રહ”
ક્રિસ માર્ઝાલેકે આ ડોમેન માત્ર “સંગ્રહ” માટે નથી ખરીદ્યું. તેમનો પ્લાન ઘણો મોટો છે. AI.comને તેઓ એક એવા ગ્રાહક-કેન્દ્રિત AI પ્લેટફોર્મ તરીકે વિકસાવવા માંગે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ટેકનિકલ જ્ઞાન વિના AI ટૂલ્સ અને AI એજન્ટો બનાવી શકે. દાવા મુજબ, વપરાશકર્તા 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં પોતાનો AI એજન્ટ તૈયાર કરી શકશે. આ એજન્ટો મેસેજ મોકલવા, અલગ-અલગ એપ્લિકેશન સાથે કામ કરવા અને ભવિષ્યમાં ફાઇનાન્સ અથવા ટ્રેડિંગ જેવી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થઈ શકે છે.
AI.com વેબસાઇટ
હાલમાં AI.com વેબસાઇટ લાઇવ છે, જ્યાં યૂઝર્સ પોતાનું યુઝરનેમ બનાવી શકે છે. આનો અર્થ એ પણ થાય છે કે ભવિષ્યમાં AI.com આધારિત ઇમેઇલ અથવા ડિજિટલ ઓળખ શક્ય બની શકે છે. એટલું ટૂંકું અને વિશ્વસનીય નામ હોવાને કારણે બ્રાન્ડ ટ્રસ્ટ અને ટ્રાફિક આપમેળે વધે છે.
Crypto.com Arena
આ સોદો રેકોર્ડ બ્રેકિંગ માનવામાં આવે છે કારણ કે અગાઉનો સૌથી મોંઘો જાહેર ડોમેન સોદો CarInsurance.comનો હતો, જે લગભગ $49.7 મિલિયનમાં વેચાયો હતો. AI.com એ આ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. Crypto.com પોતે પણ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે જાણીતું નામ છે. કંપનીએ લોસ એન્જેલિસના પ્રખ્યાત સ્ટેડિયમનું નામ બદલીને Crypto.com Arena રાખ્યું હતું, જે વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ નામકરણ સોદાઓમાંનું એક હતું. AI.com ખરીદવું પણ એ જ પ્રકારનું એક લાંબા ગાળાનું વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.
શું ₹600 કરોડનું રોકાણ વળતર આપશે?
પરંતુ પ્રશ્ન એ જ છે—શું ₹600 કરોડનું રોકાણ વળતર આપશે? નિષ્ણાતો માને છે કે જો AI ટેકનોલોજી અપેક્ષા મુજબ વિકસે અને AI.com સાચે જ લોકો માટે ઉપયોગી પ્લેટફોર્મ બની જાય, તો આ ડોમેન ભવિષ્યમાં સોનાની ખાણ સાબિત થઈ શકે છે. નહીં તો, આ માત્ર ઇતિહાસની સૌથી મોંઘી ડિજિટલ ડીલ તરીકે જ યાદ રહી શકે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

