Mukesh Bhatt Breaks Silence On Awarapan 2 Release Delay | ‘ધુરંધર 2’ અને ‘ટોક્સિક’થી ડરતો નથી’: ‘આવરાપન 2’ના રિલીઝમાં વિલંબ કેમ? ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ પર મુકેશ ભટ્ટે મૌન તોડ્યું
1 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ ભટ્ટે પોતાની ફિલ્મ ‘આવારાપન 2’ની રિલીઝમાં વિલંબના સમાચારો પર મૌન તોડતા કહ્યું કે- ફિલ્મમાં વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ફિલ્મ પર હજુ કેટલાક કામ બાકી છે, ન કે એટલા માટે કે તેઓ ફિલ્મ ‘ધુરંધર 2’ની આસપાસ થિયેટરોમાં ફિલ્મ લાવવાથી ડરી રહ્યા છે.
‘આવારાપન 2’ એ વર્ષ 2007ની એક્શન-રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘આવારાપન’ની સિક્વલ છે, જેમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં હતા. મીડિયામાં આવા સમાચાર આવ્યા હતા કે ‘આવારાપન 2’ 13 એપ્રિલે રિલીઝ નહીં થાય, કારણ કે ફિલ્મ ‘ધુરંધર પાર્ટ 2’ અને યશની ફિલ્મ ‘ટોક્સિક’ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે.
PTI સાથે વાત કરતા મુકેશ ભટ્ટે કહ્યું કે- ફિલ્મની રિલીઝ ડેટ હવે મે અથવા જૂનમાં શિફ્ટ કરવામાં આવી છે, કારણ કે શૂટિંગ દરમિયાન ઇમરાન હાશ્મીનો અકસ્માત થયો હતો અને તેને સર્જરી કરાવવી પડી હતી.
મુકેશ ભટ્ટે એમ પણ કહ્યું- આ કારણે તેને 45 દિવસ સુધી એક્શન કરવાની મંજૂરી નથી. તેથી બધા એક્શન સિક્વન્સ પછીથી શૂટ કરવામાં આવશે. હું ‘ધુરંધર 2’ અને ‘ટોક્સિક’થી બિલકુલ ડરતો નથી.”

મુકેશ ભટ્ટ વિશેષ ફિલ્મ્સના માલિક છે, તેણે ‘જન્નત’, ‘આવરાપન’ અને ‘ગેંગસ્ટર’ જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.
પ્રોડ્યુસરના મતે, આવરાપન 2નું લગભગ 20 દિવસનું એક શૂટિંગ શેડ્યૂલ હજુ બાકી છે, જે માર્ચમાં મલેશિયામાં પૂરું કરવામાં આવશે.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ શાનદાર કમાણી કરતા સમગ્ર વિશ્વમાં 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જ્યારે, કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ 2026ની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. આ પાન-ઇન્ડિયા ફિલ્મ ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત છે.
‘આવારાપન’નું ડિરેક્શન મોહિત સૂરીએ કર્યું હતું, જ્યારે સીક્વલનું ડિરેક્ટર નિતિન કક્કડ કરી રહ્યા છે અને તેને બિલાલ સિદ્દીકીએ લખ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં દિશા પટણી અને શબાના આઝમી પણ નજર આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

