Mumbai ₹252 Crore Drug Case Update; No Evidence Found Against Nora Fatehi, Shraddha Kapoor
10 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી સહિતના સેલિબ્રિટીઓના નામ 252 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં સામે આવ્યા હતા. મુંબઈ પોલીસની એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) આગામી સપ્તાહે 252 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખ ઉર્ફે લૈવિશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. જોકે, આ કેસમાં બોલિવૂડ સેલેબ્સ વિરુદ્ધ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
ઝડપાયેલો શખ્સ ડ્રગ માફિયા સલીમ ડોલાનો નજીકનો માણસ
સેલેબ્સ વિરુદ્ધ પુરાવા ન મળવા અંગેની વાત એક સિનિયર ઓફિસરે ‘મુંબઈ મિરર’ સાથેની વાતચીતમાં કહી. તેમણે એમ પણ કહ્યું કે, ‘માત્ર આરોપીના નિવેદનના આધારે કોઈની ભૂમિકા નક્કી કરી શકાતી નથી.’

26 નવેમ્બર 2025ના રોજ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની પૂછપરછ કરાઈ હતી.
ઝડપાયેલો લૈવિશ, ફરાર ડ્રગ માફિયા સલીમ ડોલાનો નજીકનો મનાય છે. આ મામલો વર્ષ 2022માં ડ્રગ્સ બનાવવા અને સપ્લાય કરવા સાથે જોડાયેલો છે. લૈવિશને UAEથી ભારત લાવવામાં આવ્યો હતો.
‘મુંબઈ મિરર’એ પોતાના રિપોર્ટમાં પોલીસના હવાલે જણાવ્યું કે, તે દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો મહત્વનો સભ્ય છે. ચાર્જશીટમાં ડ્રગ્સ બનાવવાની યુનિટ, સપ્લાયનું પૂરું નેટવર્ક અને પૈસાની લેવડદેવડની જાણકારી સામેલ હશે.

ડ્રગ્સ કેસમાં નામ ખુલ્યા બાદ નોરા ફતેહીએ સ્પષ્ટતા કરી હતી.
આરોપીએ સેલેબ્સના નામ લીધા હતા
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ મુજબ, પોતાની રિમાન્ડ એપ્લિકેશનમાં ANCએ કોર્ટને જણાવ્યું કે, ‘લૈવિશે દુબઈ અને મુંબઈમાં શાનદાર પાર્ટીઓ હોસ્ટ કરી હતી. આ પાર્ટીઓમાં કથિત રીતે ઘણા સેલિબ્રિટી અને જાણીતા લોકો સામેલ થયા હતા, જેમાં એક્ટ્રેસ નોરા ફતેહી અને શ્રદ્ધા કપૂર, ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાન, ઇન્ફ્લુએન્સર ઓરી સામેલ હતાં.’ જ્યારે, ગયા વર્ષે સિદ્ધાંત કપૂર અને ઓરીની ANCએ પૂછપરછ કરી હતી.

એન્ટી-નાર્કોટિક્સ સેલે ઇન્ફ્લુએન્સર ઓરહાન અવાત્રામણિ ઉર્ફ ઓરીની પણ પૂછપરછ કરી હતી.
નોરા ફતેહીએ આરોપો પર સ્પષ્ટતા કરી હતી
16 નવેમ્બર 2025ના રોજ નોરા ફતેહીએ ડ્રગ કેસમાં નામ આવ્યા બાદ સ્પષ્ટતા કરતા લખ્યું હતું,
હું પાર્ટીઓમાં નથી જતી, હું હંમેશા ફ્લાઈટ્સ પર રહું છું, હું વર્કહોલિક છું, મારી કોઈ પર્સનલ લાઈફ નથી, હું આવા લોકો સાથે જોડાતી પણ નથી અને મારી રજાના દિવસોમાં હું દુબઈમાં બીચ પર અથવા મારા હાઈ સ્કૂલના મિત્રો સાથે ઘરે હોઉં છું. હું મારો આખો દિવસ અને રાત મારા સપના અને લક્ષ્યોને પૂરા કરવામાં લગાવું છું.

‘મારું ખોટું નામ લેશો, તો મોંઘું પડશે’
જે કંઈ પણ વાંચો છો, તેના પર વિશ્વાસ ન કરો. લાગે છે કે મારું નામ વાપરવું ખૂબ જ સરળ છે. પરંતુ આ વખતે હું આવું થવા દઈશ નહીં. આ પહેલા પણ બન્યું છે, તમે લોકોએ જૂઠ ફેલાવીને મને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં. મેં ચૂપચાપ જોયું જ્યારે દરેક જણ મારી છબી ખરાબ કરવાનો, મારું નામ બદનામ કરવાનો અને મને ક્લિકબેટની જેમ વાપરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કૃપા કરીને મારું નામ અને મારી તસવીર એવા કિસ્સાઓમાં વાપરવાનું ટાળો, જેનો મારી સાથે જરા પણ સંબંધ નથી. આની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.
શું છે આખો મામલો?
આ કેસની શરૂઆત ઓગસ્ટ 2022માં ANCની કાર્યવાહીથી થઈ હતી. તે સમયે મુંબઈના એક વ્યક્તિને મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ એક મોટા ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો. તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટના કેટલાક હેન્ડલર દુબઈથી કામ કરી રહ્યા હતા અને પૈસાની લેવડદેવડ માટે હવાલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
માર્ચ 2024માં સાંગલી જિલ્લામાં મેફેડ્રોન બનાવતી એક ફેક્ટરી પકડાઈ. અહીંથી 250 કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સ અને સંપત્તિ જપ્ત કરવામાં આવી. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ યુનિટ સલીમ ડોલા અને તેના સાથીઓના નેટવર્ક સાથે જોડાયેલું હતું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


