Mustafizur controversy- SG holds sponsorship of 3 Bangladeshi players | મુસ્તફિઝુર વિવાદ- SGએ 3 બાંગ્લાદેશી ખેલાડીઓની સ્પોન્સરશિપ હોલ્ડ કરી: કેપ્ટન લિટન દાસ અને મોમિનુલ હકના નામે; તમીમ ઇકબાલે કહ્યું- ‘સમજદારીથી કામ લો’
સ્પોર્ટ્સ ડેસ્ક13 કલાક પેહલા
- કૉપી લિંક
ICC થી T20 વર્લ્ડ કપમાં વેન્યુ બદલવાની માગ પર અડગ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની મુશ્કેલીઓ વધી રહી છે. BCCI સાથેના વિવાદ વચ્ચે ભારતની સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરર કંપની સેન્સપેરિલ્સ ગ્રીનલેન્ડ્સ (SG)એ કેપ્ટન લિટન દાસ અને મોમિનુલ હક જેવા ઘણા ખેલાડીઓની સ્પોન્સરશિપ રોકી દીધી છે.
કંપનીના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા અમે કેટલીક સ્પોન્સરશિપ રોકી દીધી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સાથે ઘણા સમયથી ક્રિકેટ રમી રહી નથી. આવી સ્થિતિમાં ત્યાંના ખેલાડીઓને સ્પોન્સર કરવાનો કોઈ અર્થ નથી.
તમીમ ઇકબાલે કહ્યું- લાગણીઓથી નિર્ણય ન લો આ દરમિયાન ત્યાંના પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલે BCBને કહ્યું- ‘T20 વર્લ્ડ કપમાં રમવા અંગેનો નિર્ણય લાગણીઓથી ન લો. કારણ કે, આવા કોઈપણ નિર્ણયની અસર આગામી 10 વર્ષ સુધી પડી શકે છે.’ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સંબંધો તણાવપૂર્ણ છે. જવાબમાં બાંગ્લાદેશની ફાઇનાન્સ કમિટીના ચેરમેન નઝમુલે તમીમ ઇકબાલને ઈન્ડિયન એજન્ટ કહ્યો.
BCBએ બીજી વખત સ્થળ બદલવાની માગ કરી BCBએ 5 દિવસમાં બીજી વખત ICCને તેની મેચોના સ્થળો બદલવાની માગ કરી છે. તેણે રમત મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલ સાથે ચર્ચા કર્યા પછી બીજી વખત પત્ર લખ્યો. આમાં BCBએ ICCને સુરક્ષા સંબંધિત ચિંતાઓનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ આપ્યો છે. બાંગ્લાદેશી બોર્ડે 4 જાન્યુઆરીએ પહેલો પત્ર લખ્યો હતો.
બાંગ્લાદેશે IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો KKR દ્વારા મુસ્તફિઝુરને મુક્ત કર્યા પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો પણ ઇનકાર કર્યો હતો.

શું છે આખો વિવાદ? 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 6 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. પાછળથી BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સએ સોશિયલ મીડિયા પર મુસ્તફિઝુર રહેમાનને હટાવવાની જાણકારી આપી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

