Neeraj Chopra Commonwealth Games 2026 Javelin Final LIVE Update
- Gujarati News
- Sports
- Neeraj Chopra Commonwealth Games 2026 Javelin Final LIVE Update | Rohit Yadav Yashveer Singh Rumesh Tharanga
ગ્લાસગો5 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોમનવેલ્થ ગેમ્સના જેવલિન થ્રો ફાઇનલમાં શ્રીલંકાના રુમેશ પથિરાગેએ 89.75 મીટરનો થ્રો કરીને સરસાઇ મેળવી લીધી છે. ભારતનો નીરજ ચોપરા 85.83 મીટર સાથે બીજા સ્થાને સરકી ગયો છે. પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પહેલા પ્રયાસમાં ફાઉલ અને બીજામાં 77.41 મીટર સાથે ઇવેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
નીરજે પહેલા પ્રયાસમાં 80.97 મીટર અને બીજા પ્રયાસમાં 85.83 મીટરનો થ્રો કર્યો હતો. તેના બીજા થ્રો પછી તે પહેલા સ્થાને પહોંચી ગયો હતો, પરંતુ પથિરાગેએ 89.75 મીટર ફેંકીને સરસાઇ પોતાના નામે કરી લીધી. ભારતીય એથ્લીટ રોહિત યાદવ 81.56 મીટર સાથે ટૉપ-8ની દોડમાં બની રહ્યો છે.
નીરજ vs અરશદ
નીરજ અને અરશદની પ્રથમ ટક્કર 2016 સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યાર બાદ બંને 11 ટુર્નામેન્ટમાં આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી 10 વખત નીરજે અરશદને પાછળ છોડ્યો છે.
અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક 2024માં મળી હતી. ત્યારે તેણે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે 89.45 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

90 મીટર પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર
નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે.
ટોકિયો ઓલિમ્પિક 2020માં તેણે 87.58 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


