Neeraj Chopra Vs Arshad Nadeem; Commonwealth Games 2026 Javelin LIVE Update
- Gujarati News
- Sports
- Neeraj Chopra Vs Arshad Nadeem; Commonwealth Games 2026 Javelin LIVE Update | Tajinderpal Singh Shot Put
ગ્લાસગો2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં 8 વર્ષ પછી રમી રહ્યો છે. મુકાબલામાં તેનો સૌથી મોટો પડકાર પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ છે.
નીરજ છેલ્લીવાર 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ઉતર્યો હતો. ત્યારે તેણે 86.47 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો.
જેવલિન થ્રો ક્વોલિફિકેશનમાં સાઉથ આફ્રિકાના ડાઉ સ્મિટે પ્રથમ પ્રયાસમાં જ 80.64 મીટરનો થ્રો ફેંક્યો. કેન્યાના અનુભવી ખેલાડી જુલિયસ યેગોએ 78.26 મીટરનો થ્રો કર્યો. જ્યારે અરશદ નદીમે પોતાના પ્રથમ થ્રોમાં 78.63 મીટરનું અંતર પ્રાપ્ત કર્યું. ફાઇનલ માટે સીધો ક્વોલિફિકેશન માર્ક 84 મીટર રાખવામાં આવ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં અરશદે ગોલ્ડ જીત્યો
નીરજ અને અરશદની પ્રથમ ટક્કર 2016 સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યારબાદ બંને 11 ટુર્નામેન્ટમાં સામસામે આવ્યા. આમાંથી નીરજે 10 વખત અરશદને પાછળ છોડ્યો. અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક 2024માં મળી હતી, જ્યાં તેણે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. નીરજે 89.45 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

90 મીટર પાર કરનાર એકમાત્ર ભારતીય
નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટર થ્રો ફેંકીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તે 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતનો એકમાત્ર જેવલિન થ્રોઅર છે.

ઓલિમ્પિકથી વર્લ્ડ ચેમ્પિયન સુધીની સફર
નીરજે ટોકિયો ઓલિમ્પિક 2020માં 87.58 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો.

જેવલિન ક્વોલિફાઈંગમાં રોહિત અને યશ પણ ઉતરશે
- બપોરે 2:40 વાગ્યે તેજસ્વિન શંકર મેન્સ ડેકાથ્લોનમાં 100 મીટર દોડથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તે લોંગ જમ્પ, શોટ પુટ, હાઈ જમ્પ અને 400 મીટરમાં પણ ભાગ લેશે.
- બપોરે 2:55 વાગ્યે નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશ વીર સિંહ જેવલિન થ્રો ક્વોલિફાઈંગમાં ઉતરશે.
- સાંજે 4:55 વાગ્યે પ્રવીણ ચિત્રવેલ અને સેલ્વા પ્રભુ મેન્સ ટ્રિપલ જમ્પ ક્વોલિફાઈંગ રમશે. 5:40 વાગ્યે વિશાલ ટીકે 400 મીટર રેસની સેમિફાઇનલમાં ઉતરશે. રાત્રે 11:37 વાગ્યે અનિમેષ કુજૂર મેન્સ 200 મીટર સેમિફાઇનલ દોડશે.
તજિન્દરપાલ, સીમા અને પારુલથી મેડલની આશા
એથ્લેટિક્સમાં રાત્રે 11:30 વાગ્યે તજિન્દરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ શોટ પુટ ફાઇનલમાં ઉતરશે. આ પછી 1:10 વાગ્યે સીમા કાલિરમાના અને નિધિ રાણી મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલ રમશે. પછી 1:48 વાગ્યે પારુલ ચૌધરી મહિલા 5000 મીટર ફાઇનલમાં મેડલ માટે પડકાર રજૂ કરશે.
વેઇટલિફ્ટિંગમાં બે મેડલની આશા
સાંજે 6:30 વાગ્યે માર્ટિના દેવી મૈબામ વુમન્સ વેઇટલિફ્ટિંગ 86+ kg ફાઇનલમાં ઉતરશે. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે લવપ્રીત સિંહ મેન્સ 110+ kg ફાઇનલમાં ગોલ્ડ માટે મુકાબલો રમશે.
ટ્રેક સાઇક્લિંગમાં ફાઇનલની તક
ભારતીય ટીમ બપોરે 3:26 વાગ્યે મેન્સ 4000 મીટર ટીમ પર્સ્યુટ ક્વોલિફાઇંગ રમશે. ક્વોલિફાય કરવા પર ટીમ રાત્રે 9:58 વાગ્યે ફાઇનલમાં મેડલ માટે ઉતરશે.

લૉન બૉલ્સમાં બે મુકાબલા
સાંજે 7:30 વાગ્યે દિનેશ કુમાર અને નવનીત સિંહની ભારતીય જોડી મેન્સ પેયર્સ સેક્શનલ પ્લેમાં બોત્સ્વાનાનો સામનો કરશે. ત્યારબાદ 8:55 વાગ્યે નયનમોની સૈકિયા વુમન્સ સિંગલ્સ સેક્શનલ પ્લેમાં મલેશિયાની એમ્મા ફિરયાના સરોજી સામે ટકરાશે.
આજે 17 ગોલ્ડ મેડલ ઇવેન્ટ
કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે 17 ગોલ્ડ મેડલ ઇવેન્ટ યોજાશે. તેમાં 7 ટ્રેક સાયક્લિંગ/પેરા ટ્રેક સાયક્લિંગ, 7 એથ્લેટિક્સ/પેરા એથ્લેટિક્સ અને 3 વેઇટલિફ્ટિંગના ગોલ્ડ મેડલ ઇવેન્ટનો સમાવેશ થાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


