Nepal Elections 2026 News: કાઠમાંડૂના મયેર બાલેન શાહે આપ્યુ રાજીનામું, કે.પી.શર્મા ઓલીને આપશે ટક્કર
બાલેન શાહ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં શામેલ થયા છે. અને તેમને પીએમ પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
બાલેન શાહની ટક્કર મોટા રાજનેતાઓ સાથે
નેપાળની રાજનીતિ હાલ ચર્ચાનો વિષય છે. કાઠમાંડૂના મેયર બાલેન્દ્ર શાહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. તેઓએ વર્ષ 2022ની ચૂંટણીમાં મોટા રાજનૈતિક દળોને હાર આપીને પોતાનું સ્થાન મજબૂત કર્યુ હતુ. હવે નેપાળમાં 5 માર્ચના રોજ થનાર ચૂંટણીમાં તેઓએ મેદાને ઉતરશે. તેઓ પોતાના કાર્યકાળના પાંચ વર્ષમાંથી સાડા ત્રણ વર્ષનો જ સમય પૂર્ણ કરી શક્યા છે. આ વખતની ચૂંટણીમાં બાલેન શાહની ટક્કર મોટા રાજનેતાઓ સાથે થશે.
બાલેન શાહને પીએમ પદના ઉમેદવાર જાહેર
નેપાળના કાયદા મુજબ, જો વ્યક્તિ ચૂંટણી લડવા ઇચ્છે છે તો તે પહેલા તેણે રાજીનામું આપવાનું રહેશે. તેથી બાલેન શાહે પોતાનુ પદ છોડ્યુ છે. રાજીનામાં બાદ બાલેન શાહ પહેલા રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના ઓફિસ પહોંચ્યા હતા. તેઓ ત્રણ અઠવાડિયા પહેલા જ આ પક્ષમાં સામેલ થવા માટે નિર્ણય કરી ચુક્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ બાલેન શાહને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે.
સુશીલા કાર્કીને બનાવાયા વચગાળાના પીએમ
બાલેન શાહ પૂર્વ નેપાળના કોશી પ્રાંતના ઝાપા-5 ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલના અધ્યક્ષ કે.પી.શર્મા ઓલીને ટક્કર આપશે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ Gen-Z આંદોલન સામે કેપી.શર્મા ઓલી સત્તા પર ટકી શક્યા ન હતા. અને તેમને સત્તા પરથી દૂર કરાયા હતા. બાદમાં 12 સપ્ટેમ્બર 2025ના રોજ ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના પીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ World News: શું Donald Trump શાંતિ બોર્ડ દ્વારા સંયુક્ત રાષ્ટ્રને નબળું પાડવા ઇચ્છે છે, જાણો શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

