Nepal Floods & Landslides; Heavy Rain Causes Destruction

Last Updated: September 27, 2026By

કાઠમંડુ2 કલાક પેહલા

  • કૉપી લિંક

નેપાળમાં સતત વરસાદ વચ્ચે પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બાગલુંગ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક ઘર કાટમાળમાં દટાઈ ગયું. આ દુર્ઘટનામાં એક મહિલા અને તેના ત્રણ પુત્રોનાં મોત થયાં છે. પાલ્પા જિલ્લામાં 2 લોકોનાં મોત થયાં છે.

બીજી તરફ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક ઘરો અને પુલો વહી ગયાં છે. અનેક સ્થળોએ હાઈવે બંધ થવાથી અવરજવર પ્રભાવિત થઈ છે. બુટવલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ પહેલાં 26 ઓગસ્ટે ભોટેકોશી નદીમાં આવેલા પૂરમાં 1453 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 5500થી વધુ લોકો ગુમ છે.

ભારે વરસાદ બાદ નારાયણી નદીમાં પૂર આવ્યું.

ભારે વરસાદ બાદ નારાયણી નદીમાં પૂર આવ્યું.

જોખમના નિશાનથી 2 મીટર ઉપર વહી રહી છે નારાયણી નદી

સતત વરસાદને કારણે નેપાળની અનેક નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દેવઘાટમાં નારાયણી નદી રવિવારે સવારે 11 મીટરના સ્તરે વહી રહી હતી. આ જોખમના નિશાનથી 2 મીટર ઉપર છે. અધિકારીઓએ નદીનું જળસ્તર હજુ વધવાની આશંકા વ્યક્ત કરી હતી.

બૂટવલમાં પૂરનાં જોખમને ધ્યાનમાં રાખીને આશરે 200 પરિવારોને તેમના ઘરોમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા. અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બંધ, પાકને નુકસાન

પૂરની અસર વીજળી ઉત્પાદન પર પણ પડી છે. અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં વીજળી ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. તેમાં 140 મેગાવોટનો કાલીગંડકી, 25 મેગાવોટનો અપર માદી, 44 મેગાવોટનો સુપર માદી, 20 મેગાવોટનો નામાર્જુન માદી અને 40 મેગાવોટનો સેતી રિવર પ્રોજેક્ટ સામેલ છે.

220 કિલોવોલ્ટની કાલીગંડકી કોરિડોર ટ્રાન્સમિશન લાઇનના બે ટાવર ધરાશાયી થયા છે. અનેક સ્થળોએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનોને પણ નુકસાન પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થયું છે.

મનાંગ જિલ્લામાં હિમસ્ખલનથી 10 લોકો ગુમ

નેપાળના મનાંગ જિલ્લાના નાર-ફૂ વિસ્તારમાં 7,126 મીટર ઊંચા હિમલૂંગ હિમાલ પર હિમસ્ખલન થયું છે. ત્યાર બાદ પર્વતારોહકો અને સપોર્ટ સ્ટાફ સહિત 10 લોકોનો કોઈ પત્તો મળી રહ્યો નથી.

એક્સ્પિડિશન ઓપરેટર્સ એસોસિએશન નેપાળના મહાસચિવ ઋષિ ભંડારીએ રવિવારે ઘટનાની પુષ્ટિ કરી. ભંડારીના જણાવ્યા અનુસાર, લાપતા લોકોમાંથી 2 ઇમેજિન નેપાળ પ્રાઇવેટ લિમિટેડ સાથે અને 8 હિમાલયન હોલીડેઝ નેપાળ સાથે જોડાયેલા છે.

નેપાળના પર્યટન વિભાગના મહાનિર્દેશક રામકૃષ્ણ લામિછાનેએ જણાવ્યું કે વિભાગ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે. અધિકારીઓ ઘટનાથી સંબંધિત વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે અને ગુમ લોકોને શોધવા તથા તેમને બચાવવાના પ્રયાસોની માહિતી મેળવી રહ્યા છે.

————————-

આ સમાચાર પણ વાંચો…

ગાડીઓ ડૂબી, બસોમાં પાણી ભરાયું, રસ્તાઓ પર સાપ તરવા લાગ્યા:બેંગકોક જળબંબાકાર, ભયાનક પૂરથી 50 જિલ્લામાં ઈમરજન્સી જાહેર; PM લંડનનો પ્રવાસ છોડી દોડી આવ્યા

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારે વરસાદ બાદ પૂરથી પરિસ્થિતિ વણસી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા અને બસોમાં પણ પાણી ઘૂસી ગયું. ઘણા વિસ્તારોમાં લોકો કમર સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર છે.

આ દરમિયાન પૂરના પાણીમાં સાપ દેખાતા હોવાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. પ્રશાસને શહેરના તમામ 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…