Nepal Protest: નેપાળમાં ફરી સડકો પર હોબાળો, રાજાના સમર્થનમાં લાગ્યા નારા, જાણો શું છે મામલો?
નેપાળના કાઠમાંડૂમાં ફરીવાર લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. અને ઉગ્ર નારેબાજી કરી હતી.
ચૂંટણી પહેલા વિરોધ પ્રદર્શન
નેપાળમાં આ વખતે કરાઇ રહેલો વિરોધ સત્તા બદલવા માટે નહી પણ એ સમય પરત લાવવા માટે થઇ રહ્યો છે જ્યારે અહીં રાજાનું સામ્રાજ્ય હતુ. રાજવંશના સમર્થકોએ રાજધાની કાઠમાંડૂમાં રેલી કાઢીને ફરી રાજાશાહીનો દૌર પરત લાવવા માટે માગ કરી છે. માર્ચ મહિનામાં અહીં ચૂંટણી હાથ ધરાવાની છે. તે પહેલા કરાઇ રહેલા વિરોધે રાજકીય ગરમાવો પેદા કર્યો છે. ચૂંટણીને હવે માત્ર 54 દિવસ જ બાકી છે. આ પ્રકારના સુત્રોચ્ચાર વચગાળાની સરકાર માટે માથાના દુઃખાવા સમાન છે.
રાજાને ફરી પરત લાવવાની માગ
આ રેલી ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો તરફથી સપ્ટેમ્બરમાં થયેલી મોટી હિંસા બાદની વિશાળ સભા હતી. સપ્ટેમ્બરમાં જનાક્રોશ અને હિંસક પ્રદર્શનો બાદ નેપાળમાં વચગાળાની સરકાર બની હતી હતી. જેઓએ માર્ચમાં નવી ચૂંટણી કરાવવા માટે જાહેરાત કરી હતી. રેલીમાં સામેલ લોકો નેપાળમાં એકીકરણના સુત્રોધાર અને શાહ વંશના સંસ્થાપક પૃથ્વી નારાયણ શાહની પ્રતિમાની આસપાસ જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ ‘અમને આમારા રાજા જોઇએ’ અને ‘રાજાને પરત લાવો’ જેવા નારા લગાવ્યા હતા.
પૃથ્વી નારાયણ શાહની જયંતી
વર્ષ 2008માં નેપાળમાં રાજાશાહી ખત્મ કરીને દેશને ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ હતુ. અંતિમ શાહ રાજા જ્ઞાનેન્દ્રએ સત્તા છોડી હતી. આ પ્રદર્શનોમાં સામેલ સમર્થક સમ્રાટ થાપાએ કહ્યુ હતુ કે, આ દેશ માટે અંતિમ અને એકમાત્ર વિકલ્પ રાજા અને રાજાશાહી છે. ઝેનઝી આંદોલન બાદ જે રીતે દેશ ચલાવવામાં આવ્યો છે તેને સંભાળવા માટે એક રાજાની જરુરી છે. પૃથ્વી નારાયણ શાહની જયંતી પર કાઢવામાં આવેલી રેલી કેટલીયે વાર હિંસકરૂપ ધારણ કરી ચુકી છે.
આ પણ વાંચોઃ PM Modi New Residence: નવા પીએમ નિવાસ સ્થાન બાદ જુના પીએમ આવાસનું શું થશે, કેવી રીતે કરાશે ઉપયોગ?, જાણો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

