Net Sales Surge 113.7% to Rs 9,633 Million

Last Updated: February 3, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

ઝાયડસ વેલનેસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ચોખ્ખા વેચાણો 113.7 ટકાની કન્સોલિડેટેડ વૃદ્ધિ સાથે રૂ. 9,633 મિલિયન થયા હતા. આ સમયગાળા માટે એબિટા રૂ. 610 મિલિયન રહી છે હતી જેમાં વાર્ષિક ધોરણે 312.2 ટકાનો વધારો થયો હતો, જેમાં નવા હસ્તગત કરેલા વ્યવસાયના સંપાદન પછીની કામગીરીનો સમાવેશ થાય છે.

સુગર ફ્રીએ સુગર સબ્સ્ટિટ્યૂટ કેટેગરીમાં વાર્ષિક ધોરણે 80 બેસિસ પોઇન્ટ્સના સુધારા સાથે 96.3 ટકાના બજાર હિસ્સા સાથે તેનું નેતૃત્વ મજબૂત બનાવ્યું હતું. સુગર ફ્રી ડી’લાઇટ કૂકીઝ હવે વિવિધ બજારોમાં રજૂ કર્યા છે અને સમગ્ર ડી’લાઇટ કેટેગરીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સુગર ફ્રી ગ્રીને સતત 19 ત્રિમાસિક ગાળા માટે સતત ડબલ ડિજિટની વૃદ્ધિ નોંધાવી હતી.

સ્ક્રબ્સમાં 48.5 ટકા હિસ્સા સાથે અને પીલ-ઓફ માસ્કમાં 76 ટકા હિસ્સા સાથે એવરીયુથ ફેશિયલ ક્લિન્ઝિંગ સેગમેન્ટમાં 7.9 ટકા હિસ્સા સાથે પાંચમા ક્રમે છે. કંપનીએ નાયસિલ સાથે પ્રિકલી હીટ પાવડર કેટેગરી 33.1 ટકાના બજાર હિસ્સા સાથે તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. એવરીયુથે તેના વિશિષ્ટ સબ-સેગમેન્ટમાં આગળ રહેવાનું ચાલુ રાખ્યું છે અને YTD FY26માં ડબલ-ડિજિટની વૃદ્ધિ મેળવી છે. ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી નંબર વન હેર કલરિંગ બ્રાન્ડ, ક્યુટિકલર માટે ઓર્ગેનાઇઝ ટ્રેડમાં માર્કેટિંગ અને વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેનાથી કંપનીના પોર્ટફોલિયોમાં ઉમેરો થયો છે.

ન્યુટ્રાલાઈટે 6 વર્ષના મજબૂત સીએજીઆર અને સમગ્ર પોર્ટફોલિયોમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનથી ડબલ ડિજિટમાં વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે ફેટ સ્પ્રેડ કેટેગરીમાં નેતૃત્વ જાળવી રાખ્યું છે. ન્યુટ્રાલાઈટે ચીઝી ડિલાઈટ અને સ્લિમ મેયોનેઝ વેરિઅન્ટ્સના લોન્ચ સાથે તેની કેટેગરી વિસ્તારી છે, પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો છે અને તમામ ફૂડ-સર્વિસ ચેનલ્સમાં વૃદ્ધિને વેગ આપ્યો છે.

ગ્લુકોન-ડીએ 59 ટકા MAT બજાર હિસ્સા સાથે તેનું નેતૃત્વ જાળવી રાખ્યું હતું. કોમ્પ્લેને 4.1 ટકાના બજાર હિસ્સા સાથે તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું.

રાઈટબાઈટ- મેક્સ પ્રોટીન બિઝનેસે પ્રોટીન સ્નેકિંગમાં પોતાનું નેતૃત્વ જાળવી રાખીને અને એક વર્ષ પહેલાં હસ્તાંતરણ સમયે બ્રેકઈવનથી લગભગ ડબલ-ડિજિટના માર્જિન સુધી એબિટા સુધારીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. તાજેતરમાં લોન્ચ થયેલ વેફર બાર રાઈટબાઈટ- મેક્સ પ્રોટીનના બજાર વિસ્તરણ તથા કેટેગરીના વિકાસમાં ફાળો આપવાનું ચાલુ રાખે છે.

કમ્ફર્ટ ક્લિકે પુખ્ત વયના લોકો માટે ગમીઝમાં ચાર વેરિઅન્ટ્સ, બાળકો માટે પ્રોબાયોટિક ગમી અને શુદ્ધ હિમાલયન શિલાજીત રેઝિન લોન્ચ કરીને તેનો પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો હતો, જેનાથી ઉચ્ચ-વૃદ્ધિવાળી વેલનેસ કેટેગરીમાં તેની હાજરી મજબૂત થઈ હતી. બ્રાન્ડ ‘વેઇટવર્લ્ડ’ એ પોલેન્ડ, ફિનલેન્ડ અને પોર્ટુગલમાં પ્રવેશ કરીને યુરોપિયન બજારોમાં તેનું વિસ્તરણ આગળ વધાર્યું હતું, જેનાથી કમ્ફર્ટ ક્લિકની ભૌગોલિક હાજરી મજબૂત થઈ હતી.

સંદર્ભ: As per MAT December’25 report of Nielsen & IQVIA

Leave A Comment