New Cafe-3 Norms: Petrol-Diesel Cars Mileage Target 30 kmpl

Last Updated: October 1, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

આવનારા દિવસોમાં EV સસ્તી થઈ શકે છે. કેન્દ્ર સરકારે પેસેન્જર વાહનો માટે CAFE-3 નિયમોની જાહેરાત કરી દીધી છે. આ નિયમો 1 એપ્રિલ 2027થી 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે.

આ નિયમોનો મુખ્ય હેતુ વાહનોનું માઈલેજ વધારવું અને પ્રદૂષણ ઘટાડવાનો છે. આવી સ્થિતિમાં ઓટો કંપનીઓ માટે પોર્ટફોલિયોમાં વધુ માઈલેજ આપતી પેટ્રોલ-ડીઝલ કારોની સાથે EV અને હાઈબ્રિડ વાહનોનો હિસ્સો વધારવો જરૂરી બનશે.

વધુ EV વેચવા માટે કંપનીઓ બજેટ અને સસ્તા ઈવી મોડલ્સ લોન્ચ કરશે. બજારમાં જ્યારે ટાટા, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, મારુતિ અને એમજી જેવી કંપનીઓ વચ્ચે સસ્તી ઈવી વેચવાની હોડ મચશે, ત્યારે આક્રમક કિંમતોનો સીધો લાભ ગ્રાહકોને મળશે.

CAFE 2ની સરખામણીએ CAFE 3માં શું બદલાઈ રહ્યું છે?

હાલના નિયમો (CAFE 2): હાલના CAFE 2 નિયમો એપ્રિલ 2022થી લાગુ છે. સરકાર આ નિયમ કોઈ એક કાર પર નહીં, પરંતુ કંપની દ્વારા વેચાયેલી તમામ કારોની કુલ સરેરાશ પર લાગુ કરે છે. વાહનો જેટલા ભારે હશે, તેટલો જ ઇંધણનો વપરાશ વધુ હશે.

તેથી સરકારે માઇલેજનું લક્ષ્ય નક્કી કરવા માટે કારોનું એક માપદંડ એટલે કે સરેરાશ વજન 1,082 કિલો નક્કી કર્યું છે. આ વજનને આધાર બનાવીને કંપનીઓને લક્ષ્ય આપવામાં આવ્યું છે કે તેમની તમામ કારોનું સરેરાશ માઇલેજ 20.92 કિમી/લિટર હોવું જોઈએ. સાથે જ, તેમનામાંથી થતું પ્રદૂષણ 113 ગ્રામ પ્રતિ કિમીથી ઓછું હોવું જરૂરી છે.

નવા નિયમો (CAFE 3): 1 એપ્રિલ 2027થી લાગુ થનારા નિયમો હેઠળ 2027થી 2032 દરમિયાન કંપનીઓના વાહન કાફલાના સરેરાશ કાર્બન ઉત્સર્જનને ઘટાડીને 91.7 ગ્રામ પ્રતિ કિમી સુધી લાવવું પડશે. હાલમાં આ મર્યાદા 113 ગ્રામ પ્રતિ કિમી છે, એટલે કે પ્રદૂષણમાં 19%નો ઘટાડો કરવો પડશે.

આ સાથે જ કંપનીઓએ 2027માં વાહનોનું સરેરાશ માઇલેજ ઓછામાં ઓછું 25 કિમી/લિટર કરવું પડશે. તેને દર વર્ષે વધુ કડક બનાવતાં 2031-32 સુધીમાં લગભગ 30 કિમી/લિટર સુધી લઈ જવું પડશે. કંપનીઓએ આ લક્ષ્ય 5 વર્ષમાં હાંસલ કરવું પડશે.

ઈવી અને હાઇબ્રિડ કારોને મળશે ‘સુપર-ક્રેડિટ’નો લાભ

પ્રદૂષણ ઘટાડતી ગાડીઓનું વેચાણ વધારવા માટે સરકારે ‘સુપર-ક્રેડિટ’ આપવાનો નિયમ બનાવ્યો છે. એટલે કે, કંપની જેટલી વધુ ઇકો-ફ્રેન્ડલી ગાડીઓ વેચશે, રેકોર્ડમાં તેમની સંખ્યા તેટલી વધુ ગણવામાં આવશે. તેનાથી કંપનીઓ માટે કુલ માઈલેજનું લક્ષ્ય પૂરું કરવું સરળ બનશે:

  • પ્યોર ઇલેક્ટ્રિક કાર (EV): 3 ગણો ક્રેડિટ મળશે. એટલે કે જો કંપની 10,000 ઈવી વેચશે, તો સરકારી ગણતરીમાં તેને 30,000 ગાડીઓ ગણવામાં આવશે.
  • પ્લગ-ઇન હાઇબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ હાઇબ્રિડ: 2.5 ગણો ક્રેડિટ મળશે.
  • સ્ટ્રોંગ હાઇબ્રિડ કાર: 1.6 ગણો ક્રેડિટ મળશે.
  • ફ્લેક્સ-ફ્યુઅલ કાર: 1.1 ગણો ક્રેડિટ મળશે.

CAFE નિયમો શું છે અને તેમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

CAFE એ કાર કંપનીઓ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માઇલેજ અને પ્રદૂષણના નિયમો છે. આ અંતર્ગત કોઈ એક વર્ષમાં કંપની દ્વારા વેચવામાં આવેલી તમામ ગાડીઓના સરેરાશ વજન, તેલના વપરાશ અને તેમાંથી નીકળતા ધુમાડાને જોડીને કુલ સ્કોર નક્કી કરવામાં આવે છે.

તેનો અર્થ એ બિલકુલ નથી કે કંપનીની દરેક કારે નક્કી કરેલું માઇલેજ આપવું જ પડશે. તેના બદલે કંપની દ્વારા વેચવામાં આવેલી તમામ નાની કારો, મોટી એસયુવી, હાઇબ્રિડ અને ઈવીનો ‘કુલ સરેરાશ’ (ઓવરઓલ એવરેજ) સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોની મર્યાદામાં હોવો જોઈએ.

Leave A Comment