Nupur Sanon and Stebin Ben Wedding: Couple Marries in Christian Ceremony in Udaipur; Kriti Sanon’s Boyfriend Attends | નૂપુર સેનન સ્ટેબિનની દુલ્હન બની: ખ્રિસ્તી રીત-રિવાજથી લગ્ન કર્યાં, બહેન ક્રિતિનો બોયફ્રેન્ડ પણ સામેલ થયો; દિશા પટની બેસ્ટફ્રેન્ડ મૌની રોય સાથે હાજર રહી
- Gujarati News
- Entertainment
- Nupur Sanon And Stebin Ben Wedding: Couple Marries In Christian Ceremony In Udaipur; Kriti Sanon’s Boyfriend Attends
22 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ નૂપુર સેનને શનિવારે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સ્ટેબિન સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસે ઉદયપુરમાં નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યાં છે. નૂપુરે સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે, જેમાં તેની બહેન ક્રિતિ સેનનનો બોયફ્રેન્ડ કબીર સિંહ બાહિયા પણ હાજર રહ્યો હતો.
નૂપુર અને સ્ટેબિનના વેડિંગ પ્લાનરના સોશિયલ મીડિયા પર તેમના ખ્રિસ્તી લગ્નની અંદરની તસવીરો શેર કરવામાં આવી છે. લગ્નમાં નૂપુરે સફેદ ગાઉન પહેર્યું હતું, જ્યારે ક્રિતિ સેનન બ્લુ લાંબા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જુઓ નૂપુર-સ્ટેબિનના લગ્નની તસવીરો-

સ્ટેબિન અને નૂપુરે ખ્રિસ્તિ રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતાં.

ક્રિતિ સેનન નાની બહેનની બ્રાઇડ્સ મેડ બની હતી.

લગ્ન બાદ સ્ટેબિન અને નૂપુરે સેલિબ્રેશન કર્યું હતું.

નૂપુર અને સ્ટેબિનના ફોટોની એક વોલ તૈયાર કરવામાં આવી હતી.

નૂપુર અને સ્ટેબિનના લગ્ન ઉદયપુરની રેફલ્સ હોટલમાં યોજાયા છે.
ક્રિશ્ચિયન વેડિંગ પછી નૂપુર-સ્ટેબિને કોકટેલ સંગીત નાઇટ અને કવ્વાલી નાઇટ રાખી હતી, જેમાં પોપ્યુલર સાગરવાળી કવ્વાલીનું પરફોર્મન્સ થયું હતું.

કવ્વાલી નાઇટનું આયોજન કરાયું હતું.

નૂપુર અને સ્ટેબિનની સંગીત અને કોકટેલ પાર્ટી યોજાઈ હતી.
દિશા પટની પોતાની બેસ્ટ ફ્રેન્ડ મૌની રોય સાથે લગ્નમાં પહોંચી
એક્ટ્રેસ મૌની રોય અને દિશા પટની પણ નૂપુર સેનનની લગ્નમાં સામેલ થઈ છે. મૌની રોયે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.

દિશા પટની અને મૌની રોય નૂપુરના લગ્નમાં સામેલ થઈ.

બંને એક્ટ્રેસિસે ફોટો શેર કર્યાં હતાં.

બંને એકબીજા સાથે પોઝ આપતી અને મજાક કરતી જોવા મળી હતી.
દિશા પટનીએ નુપુરના લગ્નમાં બ્લુ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે મૌની રોયે સ્કાય બ્લુ લોંગ ડ્રેસમાં ક્રિશ્ચિયન વેડિંગમાં હાજરી આપી હતી.

દિશાએ બોડીહગિંગ બ્લુ ડ્રેસ પહેર્યો હતો.

મૌની રોયે દિશાની સેલ્ફી પોસ્ટ કરી હતી.
ક્રિતી સેનનનો બોયફ્રેન્ડ કબીર સિંહ બહિયા પણ નૂપુરના લગ્નનો ભાગ બન્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીર શેર કરી છે.

ક્રિતિ સેનના બોયફ્રેન્ડ કબીર સિંહ બહિયા (સફેદ ટક્સિડો)એ લગ્નના ફોટો શેર કર્યા છે.
આજે હિંદુ-રીતિ-રિવાજોથી પણ લગ્ન થવાની શક્યતા
થોડા દિવસો પહેલા નૂપુર સેનનના નજીકના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નૂપુર 11 જાન્યુઆરી એટલે કે આજે ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવી શકાય છે કે, ક્રિશ્ચન વેડિંગ પછી આજે નૂપુર અને સ્ટેબિન હિંદુ રીતિ-રિવાજોથી લગ્ન કરી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, ઉદયપુરમાં ઇન્ટિમેટ વેડિંગ સેરેમની પછી નૂપુર અને સ્ટેબિન 13 જાન્યુઆરીએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખશે.
સંગીત સેરેમનીમાં ક્રિતિએ આપ્યું પરફોર્મન્સ
નૂપુર સેનન અને સ્ટેબિનના લગ્નની વિધિઓ ઉદયપુરના રેફલ્સ હોટલમાં ચાલી રહી છે. 7 જાન્યુઆરીએ ક્રિતિ પરિવાર સાથે ઉદયપુર પહોંચી હતી, જેના પછી 8 જાન્યુઆરીએ નૂપુર અને સ્ટેબિનની સંગીત સેરેમની થઈ. સંગીત સેરેમનીમાં નૂપુરે ‘સજના જી વારી વારી’ ગીત પર પરફોર્મન્સ આપ્યું. આ ઉપરાંત, ક્રિતિએ પણ અનેક ગીતો પર થિરકતા બહેન માટે પરફોર્મ કર્યું.

નૂપુરે પોતાના જ સંગીતમાં એનર્જેટિક ડાન્સ કર્યો.

ક્રિતિએ ભોજપુરી ગીત પર ઠુમકા લગાવ્યા.

નૂપુરની માતા અને બહેને ખાસ પરફોર્મન્સ આપ્યું.
2024માં સ્ટેબિને નૂપુર સાથેનો સંબંધ સ્વીકાર્યો હતો
નોંધનીય છે કે, વર્ષ 2024માં સ્ટેબિન બેને નુપૂર સાથેના પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- ‘મારો અને નુપૂરનો સંબંધ ખૂબ જ શાનદાર છે. અમે એકબીજાની ખૂબ નજીક છીએ. મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે અને મને નથી લાગતું કે મારો કોઈ બીજા સાથે આવો સંબંધ છે.’
નૂપુરે અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયોથી ડેબ્યૂ કર્યું હતું
નૂપુરના કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ 2019માં બી પ્રાકના મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેમાં તેની સામે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. ત્યારબાદ 2021માં બંનેનું સાથે ‘ફિલહાલ 2: મોહબ્બત’ આલ્બમ આવ્યું હતું.
મોટા પડદા પર નૂપુરે તેલુગુ ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’થી ડેબ્યૂ કર્યું. તે જ વર્ષે હોટસ્ટાર પર તેમનો શો ‘પોપ કૌન?’ પણ રિલીઝ થયો હતો.
વર્ષ 2026માં નૂપુર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘નૂરાની ચેહરા’થી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે, સ્ટેબિન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મ્યુઝિક ફિલ્ડમાં તે વર્ષ 2018થી સક્રિય છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

