Nupur Sanon Wedding Reception: Mouni Roy, Disha Patani Shine

Last Updated: January 14, 2026By

19 કલાક પેહલા

  • કૉપી લિંક

ઉદયપુરમાં લગ્ન પછી સિંગર સ્ટેબિન અને એક્ટ્રેસ નૂપુર સેનને મંગળવારે મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું. આ રિસેપ્શનમાં સલમાન ખાન, મૌની રોય, દિશા પટણી, નેહા ધૂપિયા, રકુલ પ્રીત સિંહ અને ફરાહ ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ કપલને અભિનંદન આપવા પહોંચ્યા. સલમાન ખાને રિસેપ્શનમાં પહોંચતા જ બધાનું ધ્યાન ખેંચી લીધું. સ્ટેબિન-નૂપુરે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેણે નૂપુર અને સ્ટેબિનને અભિનંદન આપ્યા. આ પ્રસંગે જેકી ભગનાની, અંકિતા લોખંડે, હિના ખાન અને ઈશા માલવિયા પણ હાજર રહ્યા.

જુઓ નૂપુર-સ્ટેબિનના રિસેપ્શનની તસવીરો-

સ્ટેબિન તાજેતરમાં દોહામાં યોજાયેલા ‘સલમાન ધ-બંગ: ધ ટૂર રીલોડેડ’નો ભાગ હતો.

સ્ટેબિન તાજેતરમાં દોહામાં યોજાયેલા ‘સલમાન ધ-બંગ: ધ ટૂર રીલોડેડ’નો ભાગ હતો.

રિસેપ્શનમાં સલમાન ખાન શાર્પ બ્લુ સૂટમાં જોવા મળ્યો હતો.

રિસેપ્શનમાં સલમાન ખાન શાર્પ બ્લુ સૂટમાં જોવા મળ્યો હતો.

નૂપુરની બહેન ક્રિતી સેનન સમગ્ર સમારોહમાં તેની સાથે જોવા મળી હતી.

નૂપુરની બહેન ક્રિતી સેનન સમગ્ર સમારોહમાં તેની સાથે જોવા મળી હતી.

દિશા અને મોની

દિશા અને મોની

બહેનના રિસેપ્શનમાં ક્રિતી સેનન

બહેનના રિસેપ્શનમાં ક્રિતી સેનન

હિના ખાન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

હિના ખાન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઋત્વિક ધનજાની બ્લેક ડિઝાઇનર આઉટફિટમાં જોવા મળ્યો.

ઋત્વિક ધનજાની બ્લેક ડિઝાઇનર આઉટફિટમાં જોવા મળ્યો.

નીલ નિતિન મુકેશ તેમની પત્ની રુક્મિણી સહાય સાથે રિસેપ્શનમાં નજર આવ્યો.

નીલ નિતિન મુકેશ તેમની પત્ની રુક્મિણી સહાય સાથે રિસેપ્શનમાં નજર આવ્યો.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા બ્લેક આઉટફિટમાં દેખાયો.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા બ્લેક આઉટફિટમાં દેખાયો.

કરિશ્મા તન્ના પતિ વરુણ બંગેરા સાથે જોવા મળી.

કરિશ્મા તન્ના પતિ વરુણ બંગેરા સાથે જોવા મળી.

ચંકી પાંડે પણ હાજર રહ્યા હતા

ચંકી પાંડે પણ હાજર રહ્યા હતા

ઉદયપુરમાં સ્ટેબિન-નૂપુરના લગ્ન થયા નૂપુર અને સ્ટેબિને તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન રેફલ્સ હોટેલ/ફેરમોન્ટ પેલેસમાં થયા હતા, જેમાં બે અલગ-અલગ સંસ્કૃતિઓની સુંદર ઝલક જોવા મળી હતી.

10 જાન્યુઆરી 2026 ના રોજ, આ કપલે પહેલા ક્રિશ્ચિયન રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા, જ્યાં નૂપુર સફેદ ગાઉનમાં અને સ્ટેબિન સફેદ સૂટમાં જોવા મળ્યા હતા. તેના બીજા દિવસે, 11 જાન્યુઆરીના રોજ, બંનેએ પરંપરાગત હિંદુ રીતિ-રિવાજો સાથે સાત ફેરા લીધા.

હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયેલા લગ્નમાં નૂપુરે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલો લાલ-પીચ લહેંગો પહેર્યો હતો, જ્યારે સ્ટેબિન બેજ રંગની શેરવાનીમાં જોવા મળ્યા હતા. લગ્નમાં દિશા પટણી, મૌની રોય, બી પ્રાક અને અન્ય સેલેબ્સ હાજર રહ્યા હતા.

જુઓ નૂપુર-સ્ટેબિનના લગ્નની તસવીરો-

બહેન નૂપુર સેનનના ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયેલા લગ્નમાં કૃતિ સેનને સ્કાય બ્લુ કલરનો ગાઉન પહેર્યો હતો.

બહેન નૂપુર સેનનના ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયેલા લગ્નમાં કૃતિ સેનને સ્કાય બ્લુ કલરનો ગાઉન પહેર્યો હતો.

નુપુર અને સ્ટેબિનની હિંદુ રીતિ-રિવાજ મુજબ દુલ્હન લાલ આઉટફિટમાં જોવા મળી

નુપુર અને સ્ટેબિનની હિંદુ રીતિ-રિવાજ મુજબ દુલ્હન લાલ આઉટફિટમાં જોવા મળી

લગ્નમાં સિંગર બી પ્રાક અને કવ્વાલી ગાયક સાગર ભાટિયાએ મ્યુઝિકલ નાઇટમાં પરફોર્મન્સ આપ્યું હતું.

લગ્નમાં સિંગર બી પ્રાક અને કવ્વાલી ગાયક સાગર ભાટિયાએ મ્યુઝિકલ નાઇટમાં પરફોર્મન્સ આપ્યું હતું.

સંગીત સેરેમનીમાં નુપુરએ સજના જી વારી વારી ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું.

સંગીત સેરેમનીમાં નુપુરએ સજના જી વારી વારી ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું.

ભોજપુરી ગીત લોલીપોપ લાગે લૂં પર ક્રિતી સેનન અને એક્ટર વરુણ શર્માએ પરફોર્મ કર્યું

ભોજપુરી ગીત લોલીપોપ લાગે લૂં પર ક્રિતી સેનન અને એક્ટર વરુણ શર્માએ પરફોર્મ કર્યું

2024માં સ્ટેબિને નૂપુર સાથેનો સંબંધ સ્વીકાર્યો હતો

નોંધનીય છે કે, વર્ષ 2024માં સ્ટેબિન બેને નુપૂર સાથેના પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- ‘મારો અને નુપૂરનો સંબંધ ખૂબ જ શાનદાર છે. અમે એકબીજાની ખૂબ નજીક છીએ. મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે અને મને નથી લાગતું કે મારો કોઈ બીજા સાથે આવો સંબંધ છે.’

નૂપુરે અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયોથી ડેબ્યૂ કર્યું હતું

નૂપુરના કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ 2019માં બી પ્રાકના મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તેમાં તેની સામે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. ત્યારબાદ 2021માં બંનેનું સાથે ‘ફિલહાલ 2: મોહબ્બત’ આલ્બમ આવ્યું હતું.

મોટા પડદા પર નૂપુરે તેલુગુ ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’થી ડેબ્યૂ કર્યું. તે જ વર્ષે હોટસ્ટાર પર તેમનો શો ‘પોપ કૌન?’ પણ રિલીઝ થયો હતો.

વર્ષ 2026માં નૂપુર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘નૂરાની ચેહરા’થી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે, સ્ટેબિન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મ્યુઝિક ફિલ્ડમાં તે વર્ષ 2018થી સક્રિય છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે.