Nutmeg Health Benefit : મીઠાઈ સ્વાદિષ્ટ બનાવનાર આ મસાલો શરીર માટે ગુણકારી, જાણો ફાયદા

Last Updated: February 6, 2026By

જાયફળ રસોડામાં મસાલા તરીકે તો વપરાય જ છે. સોપારી જેવું દેખાતું જાયફળ સ્વાદમાં સાધારણ તીખું હોય છે. ભારતીય ઘરોમાં અનેક વાનગીમાં જાયફળનો ઉપયોગ થાય છે. ખાસ કરીને દૂધપાક જેવી મીઠાઈને સ્વાદિષ્ટ બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ દાંતના સ્વાસ્થ્યથી લઈને મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલ ખાસ પોષકતત્વોના કારણે આયુર્વેદમાં જાયફળને એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. એન્ટીઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી જાણો.

જાયફળ ખાવાના ફાયદા

  • પાચનતંત્ર માટે ઉત્તમ : જાયફળ પાચનક્રિયાને સુધારે છે. ગેસ, એસિડિટી અને ડાયરિયા (ઝાડા) જેવી સમસ્યાઓમાં જાયફળનો પાવડર લેવાથી તરત રાહત મળે છે. તે ભૂખ વધારવામાં પણ મદદરૂપ છે.
  • ગાઢ ઊંઘ આવે છે : જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય, તો ગરમ દૂધમાં ચપટી જાયફળનો પાવડર ભેળવીને પીવાથી મન શાંત થાય છે અને ખૂબ જ સારી ઊંઘ આવે છે.
  • સાંધાના દુખાવામાં રાહત : જાયફળમાં બળતરા વિરોધી (anti-inflammatory) ગુણો હોય છે. જાયફળના તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવા, સોજો અને સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે.
  • મગજના સ્વાસ્થ્યમાં ફાયદાકારક : જાયફળ મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે. તે એકાગ્રતા વધારે છે અને તણાવ (stress) તેમજ થાક ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
  • ત્વચાની સમસ્યા દૂર કરશે : ખીલ અને તેના ડાઘા દૂર કરવા માટે જાયફળ રામબાણ ઈલાજ છે. જાયફળના પાવડરને દૂધ કે મધ સાથે ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

બીમારીઓમાં રાહત આપશે, જાયફળ

શરદી, ઉધરસની સમસ્યામાં જાયફળથી ફાયદા થાય છે તેવું દાદી-નાની પણ કહે છે. દાદી-નાની નુસખામાં જાયફળના અનેક ઉપાય છે. બાળશિશુને જયારે પેટમાં દુખે છે ત્યારે જાયફળ ઘસીને આપવામાં આવે છે. બાળકને તેનો ઘસારો ચટાડવાથી બાળશિશુને પેટના દુખાવામા રાહતો તો મળે છે સાથે શરદી-ઉધરસથી પણ દૂર રાખે છે.  દાદી-નાની નુસખામાં જાયફળના અનેક ઉપાય છે. જાયફળની સાથે તમે લવિંગ, દૂધ, સાકર અને મધ લઈ શકો છો. આ મિશ્રણ તમને સાંધાના દુખાવા સહિત અનેક બીમારીઓમાં રાહત આપશે.

આ પણ વાંચો : Valentine Day: માત્ર ગુલાબ નહીં, આ સુંદર મેસેજ મોકલીને તમારા પાર્ટનરને કહો ‘I Love You’, દિલ જીતી લેશે આ શાયરી!

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )