Online Games Craze : ઓનલાઈન ગેમ્સ જીવલેણ, છતાં કેમ લોકોમાં Gamesનો ક્રેઝ, જાણો કારણો
મોબાઈલ ગેમ્સનો ક્રેઝ આજે દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ગેમ્સ જીવલેણ પણ બની શકે છે. તાજેતરમાં ગાઝિયાબાદમાં ત્રણ છોકરીઓની આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી. સમગ્ર મામલો ઓનલાઈન ગેમ્સ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું. મોતનું કારણ બનતી ઓનલાઈન ગેમ્સની ચર્ચા થઈ રહી છે. ઓનલાઈન ગેમ્સ જીવલેણ છતાં કેમ લોકોમાં ગેમ્સનું આટલું વળગણ છે. ફેમસ મનોચિકિત્સકે લોકોમાં ગેમ્સના ક્રેઝ પાછળના મુખ્ય કારણો જણાવ્યા.
લોકોમાં ગેમ્સ રમવાનો ભયંકર ક્રેઝ, આ છે તેના કારણો
સરળતાથી ઉપલબ્ધતા : પહેલા ગેમ રમવા માટે કમ્પ્યુટર કે મોંઘા વિડિયો ગેમ કોન્સોલની જરૂર પડતી હતી. હવે, દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન છે, જેના કારણે ગમે ત્યારે અને ગમે ત્યાં (જેમ કે બસમાં મુસાફરી કરતી વખતે કે નવરાશના સમયે) ગેમ રમી શકાય છે.
ફ્રી-ટુ-પ્લે મોડલ : મોટાભાગની લોકપ્રિય ગેમ્સ (જેમ કે BGMI, Candy Crush, Free Fire) મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. આના કારણે લોકો તેને અજમાવતા અચકાતા નથી. ફ્રી હોવાના કારણે લોકો કોઈપણ સમયે અને કોઈપણ સ્થાન પર ગેમ રમે છે. આ ગેમમાં વધુ રાઉન્ડ હોય છે. જેમ જેમ રાઉન્ડ રમતા જાય છે તે તેમને વધુ રસપ્રદ લાગવા લાગે છે.
સોશિયલ કનેક્ટિવિટી : આજની ગેમ્સ માત્ર એકલા રમવા માટે નથી. તેમાં તમે તમારા મિત્રો સાથે વાત કરી શકો છો અને દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા લોકો સાથે ટીમ બનાવીને રમી શકો છો. આ સામાજિક જોડાણ તેને વધુ રસપ્રદ બનાવે છે.
હાઈ-ક્વોલિટી ગ્રાફિક્સ અને ફીચર્સ : ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે મોબાઈલ પર પણ હવે PC જેવી હાઈ-ક્વોલિટી ગ્રાફિક્સ અને સાઉન્ડ ઈફેક્ટ્સ મળે છે, જે ગેમિંગના અનુભવને વાસ્તવિક બનાવે છે.
સ્ટ્રેસ દૂર કરવાનું સાધન : ઘણા લોકો કામના થાક કે તણાવમાંથી મુક્તિ મેળવવા માટે હળવી ગેમ્સ રમે છે. ગેમ જીતવાથી મળતો આનંદ મગજમાં ‘ડોપામાઈન’ (ખુશી માટેનું હોર્મોન) રિલીઝ કરે છે, જે લોકોને વારંવાર રમવા પ્રેરે છે. કેટલાક લોકો ડિપ્રેશનના કારણે વધુ ને વધુ સમય ગેમ રમવામાં પસાર કરે છે.
ઓનલાઈન ગેમ્સની લત, ભયંકર રોગ
મનોચિકિત્સકે જણાવ્યું કે આજકાલ લોકોમાં ગેમ્સ રમવાનો ભારે શોખ છે. લોકો સોશિયલ મીડિયામાં વધુ ટાઈમ પસાર કરવા લાગ્યા છે. ગેમ રમવા પાછળ અનેક કારણો છે. જેમકે, ગેમ્સના આકર્ષક ફિચર્સ, સરળતાથી મળતી વસ્તુ, લલચામણી ઓફર છે. આ ઉપરાંત લોકો ગેમ્સ રમવાને લોકો સાથે કનેકટ રહેવાનું સાધન માને છે. તેમજ કેટલાક લોકો તણાવ દૂર કરવા પણ વધુ સમય ગેમ્સ રમવામાં પસાર કરે છે. ટેકનોલોજીનો વ્યાપ વધવા સાથે તેની ભયંકર આડઅસર પણ છે. એકસપર્ટે સલાહ આપી કે ઓનલાઈન ગેમ્સની બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે તેમજ કડક કાયદો લાવવો પણ જરૂરી છે. આનંદ માટે રમાતી ગેમ્સ રમવામાં લોકોએ કંટ્રોલ રાખવો જોઈએ.
આ પણ વાંચો : Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

