OpenAI Launches AI Agent Dots; Automates Travel Booking & Hotel Stays

Last Updated: October 3, 2026By

3 દિવસ પેહલા

  • કૉપી લિંક

સસ્તી ફ્લાઇટ ટિકિટ શોધવી હોય કે મનપસંદ હોટેલમાં રૂમ રિઝર્વ કરાવવો હોય. હવે આ માટે તમારે કલાકો સુધી સ્ક્રીન પર માથાપચ્ચી કરવાની જરૂર નહીં પડે. ચેટજીપીટી બનાવનારી કંપની OpenAIએ નવું ટૂલ ‘ડોટ્સ’ લોન્ચ કર્યું છે. આ બધું આપમેળે કરી આપશે.

OpenAIએ તેને તાજેતરમાં લોન્ચ થયેલા મેટાના ‘મ્યુઝ’ને ટક્કર આપવા માટે લોન્ચ કર્યું છે. આ ટૂલ સામાન્ય ચેટબોટની જેમ માત્ર ચેટ કરવા અથવા સવાલોના જવાબ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તમે કહ્યા વગર પણ ઘણાં ડિજિટલ કામ જાતે પૂર્ણ કરી શકે છે.

તેની પાસે ઇન્ટરનેટ પર ચાલતું ક્લાઉડ કમ્પ્યુટર અને બ્રાઉઝર છે. જો તમારો ફોન-લેપટોપ બંધ પણ હોય, તો પણ તે બેકગ્રાઉન્ડમાં તમે આપેલા કામ પૂર્ણ કરતું રહે છે. હાલ આ સુવિધા માત્ર પ્રો અને બિઝનેસ જેવા પેઇડ પ્રીમિયમ યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવી છે.

સેન ફ્રાન્સિસ્કોમાં આયોજિત કાર્યક્રમમાં કંપનીના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું કે આ AI એજન્ટ યુઝરની જગ્યાએ પોતે નિર્ણયો લઈને કામ પૂર્ણ કરી શકે છે.

સેન ફ્રાન્સિસ્કોમાં આયોજિત કાર્યક્રમમાં કંપનીના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું કે આ AI એજન્ટ યુઝરની જગ્યાએ પોતે નિર્ણયો લઈને કામ પૂર્ણ કરી શકે છે.

4 હજારથી વધુ એપ્સ સાથે કનેક્ટ થઈ શકશે ડોટ્સ

OpenAIના જણાવ્યા અનુસાર યુઝર્સ તેને 4 હજારથી વધુ એપ્સ સાથે જોડી શકે છે. તેને ચેટજીપીટી ઉપરાંત સ્લેક અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવા પ્લેટફોર્મ પરથી પણ ચલાવી શકાય છે.

ઉદાહરણ: માની લો કે તમારે ગ્રાહકોના ફીડબેક પર નજર રાખવી છે, તો તમે આ કામ માટે ડોટ્સને લગાવી શકો છો. આ ઉપરાંત સોફ્ટવેરની ભૂલો એટલે કે બગ્સ શોધવા, તેમને ઠીક કરવા અને નવા કોડનું ટેસ્ટિંગ કરવા જેવા કામમાં પણ તમે ડોટ્સને લગાવી શકો છો.

બિઝનેસ અને કંપનીઓ માટે સ્પેશિયાલિસ્ટ ડોટ્સ બની રહ્યા છે

OpenAI કંપનીઓ માટે સ્પેશિયાલિસ્ટ ડોટ્સ બનાવી રહી છે. આ ઇન્વૉઇસ પ્રોસેસિંગ, કસ્ટમર સપોર્ટ અને પ્રોક્યોરમેન્ટ જેવા કામ સંભાળશે. કંપનીનું કહેવું છે કે ડોટ્સ એવા કામો પણ સંભાળી શકે છે, જે સમય જતાં બદલાતા રહે છે.

આ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ટ્રૅક કરી શકે છે, પ્રપોઝલ અપડેટ કરી શકે છે અને જો ક્યાંક માનવીય દખલની જરૂર હોય તો યુઝરને ફ્લૅગ પણ કરી શકે છે.

મેટાનું ‘મ્યુઝ’ 8 સપ્ટેમ્બરે લૉન્ચ થયું હતું

મેટાએ 8 સપ્ટેમ્બરે પોતાનું પર્સનલ એઆઈ એજન્ટ ‘મ્યુઝ’ લૉન્ચ કર્યું હતું. આ સિસ્ટમ યુઝરની જરૂરિયાત સમજીને પોતાની રીતે યોજના તૈયાર કરે છે અને કામ પૂર્ણ કરે છે.

જો યુઝર એપ બંધ કરી દે, તો પણ આ બૅકગ્રાઉન્ડમાં પોતાનું કામ કરતું રહે છે. કામ પૂર્ણ થવા પર અથવા યુઝરની મંજૂરીની જરૂર પડવા પર તે સ્ક્રીન પર નોટિફિકેશન મોકલી આપે છે.

આને આ રીતે સમજો: જો તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ વાનગી બનાવવાની રીલ અથવા વીડિયો સેવ કરો છો, તો ‘મ્યુઝ’ પોતે જ સમજી જશે કે તેમાં કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે. ત્યારબાદ તે તમારા માટે બજારમાંથી ખરીદવાની જરૂરી વસ્તુઓની સંપૂર્ણ યાદી તૈયાર કરી દેશે. એ જ રીતે, ડિનરનું આયોજન કરતી વખતે તે આપમેળે ધ્યાન રાખશે કે તમને ખાવામાં શું પસંદ છે અને શું નથી.

એપ બંધ હોય ત્યારે પણ કામ ચાલુ રહેશે

ડોટ્સ અને મ્યુઝ જેવા નવા એઆઈ એજન્ટ્સ ચેટબોટ્સથી સંપૂર્ણપણે અલગ છે. સામાન્ય ચેટબોટમાં તમારે દરેક પ્રશ્ન ટાઇપ કરવો પડે છે અને પછી તેના જવાબની રાહ જોવી પડે છે. તેનાથી વિપરીત, એઆઈ એજન્ટને તમે ફક્ત તમારું કામ જણાવી દો છો. ત્યારબાદ તે આખું કામ પોતે જ પૂર્ણ કરી લે છે.

મ્યુઝે યુઝરનું ઘરનું સરનામું ખરીદદારને મોકલી દીધું

પોતે કામ કરતા AI એજન્ટ જેટલા મદદરૂપ હોય છે, તેમનાથી જોડાયેલું જોખમ પણ એટલું જ મોટું છે. જો સિસ્ટમથી કોઈ ભૂલ થઈ જાય, તો યુઝરને નુકસાન સહન કરવું પડી શકે છે.

તાજેતરમાં ટેક યુટ્યુબર મેટ રોબે જણાવ્યું કે જ્યારે તેમણે પોતાના ફેસબુક માર્કેટપ્લેસની જવાબદારી મ્યુઝને સોંપી, ત્યારે તેણે પૂછ્યા વિના તેમનું ઘરનું સરનામું ખરીદદારને મોકલી દીધું.

મ્યુઝે તેમની પરવાનગી લીધા વિના જ ઓછી કિંમતે સોદો પણ નક્કી કરી દીધો. સુરક્ષા સંબંધિત આવી જ ચિંતાઓને કારણે એમેઝોને મ્યુઝને પોતાના પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધું છે.

ભૂલ થાય તો કાનૂની જવાબદારી નક્કી નથી

AI એજન્ટ્સ દ્વારા પોતાના નિર્ણયો લેવામાં આવતા આ વિવાદ ઊભો થયો છે કે કોઈ ગડબડ અથવા નુકસાન માટે જવાબદાર કોને માનવામાં આવશે. AI કંપની એન્થ્રોપિકે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપની અનુસાર, હાલ એ સ્પષ્ટ નથી કે વર્તમાન કાયદા આ એજન્ટ્સ પર કેવી રીતે લાગુ થશે. મુખ્ય પ્રશ્ન એ છે કે એજન્ટ દ્વારા લેવામાં આવેલો નિર્ણય યુઝર પર કાયદેસર રીતે બાધ્ય ગણાશે કે નહીં, અને આ AI સિસ્ટમ્સને પ્રોડક્ટની શ્રેણીમાં રાખવામાં આવશે કે સર્વિસમાં.

Leave A Comment