Pakistan JF17 Fighter Jets Deal: Saudi Arabia, Libya & More

Last Updated: February 1, 2026By

ઇસ્લામાબાદ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાકિસ્તાન પોતાનું દેવું ચૂકવવા માટે ચીનના ફાઇટર જેટ્સની અન્ય દેશો સાથે ડીલિંગ કરી રહ્યું છે. તેણે નાઇજીરીયા, અઝરબૈજાન, લિબિયા, સાઉદી અરેબિયા, મોરોક્કો, ઇન્ડોનેશિયા, ઇથોપિયા અને સુદાન જેવા દેશોને આ જેટ્સ વેચ્યા છે.

જે દેશોને જેટ્સ આપવામાં આવ્યા છે તેમાંથી 8 મુસ્લિમ દેશો છે. ઇસ્લામાબાદના કામરામાં ચીન સરકારનું ચેંગ્ડુ એરક્રાફ્ટ કોર્પોરેશન (CAC) અને પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ (PAC) સંયુક્ત સાહસ ઉત્પાદન કરી રહ્યા છે.

આ પ્રોડક્શન યુનિટ સંપૂર્ણપણે ચીન દ્વારા જ ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. ચીનના લગભગ 500 એરોનોટિકલ એન્જિનિયરો અહીં નિયુક્ત છે. કામરા યુનિટમાંથી દર વર્ષે લગભગ 50 જે સિરીઝના ફાઇટર જેટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

સાઉદીને જેટ વેચી પાકિસ્તાને 18 હજાર કરોડ ચૂકવ્યા

પાકિસ્તાને સાઉદી અરબને ચીનના જેટ વેચીને 18 હજાર કરોડ રૂપિયાનું દેવું પણ ચૂકવી દીધું. આને બાર્ટર ડીલ કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન પર સાઉદીનું લગભગ 70 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

ચીનના ફાઇટર જેટ વેચવાને ‘ઓલવેઝ બ્રધર ડીલ’ નામ આપવામાં આવ્યું છે. લગભગ 200 કરોડ રૂપિયાના એક જે-સિરીઝના ફાઇટર જેટને વેચવાનો લગભગ 80% થી વધુ હિસ્સો ચીનના ભાગે જાય છે.

પાકિસ્તાનના નામે ‘બેટલ રેડી’ બ્રાન્ડિંગ કરી રહ્યું છે ચીન

વર્લ્ડ આર્મ્સ માર્કેટમાં બેટલ રેડી બ્રાન્ડિંગ અત્યંત જરૂરી હોય છે. ચીને 47 વર્ષથી કોઈ દેશ સાથે યુદ્ધ લડ્યું નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ચીનના હથિયારોની બેટલ રેડીનેસ ખરીદદારોને જણાવી રહ્યું છે. પાકિસ્તાન આ માટે ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ આ હથિયારોના ઉપયોગને રજૂ કરે છે.

તુર્કીયેના કામિકાઝી ડ્રોનની યુનિટ પણ પાકિસ્તાનમાં

પાકિસ્તાને ચીન ઉપરાંત તુર્કીયે સાથે પણ હથિયારો બનાવવાના પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. તુર્કીયેના કામિકાઝી (આત્મઘાતી) ડ્રોનની સંયુક્ત યુનિટ આવતા વર્ષે લાહોર નજીક સ્થાપિત કરવા માટે કરાર થયો છે. પાકિસ્તાને દર વર્ષે લગભગ 200 ડ્રોન ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. આ નિકાસ પણ કરવામાં આવશે.

શુક્રવારે પાકિસ્તાનના PM બોલ્યા- લોન માંગવામાં હવે શરમ આવે છે

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે વિદેશી દેવા પર દેશની વધતી નિર્ભરતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શાહબાઝે શુક્રવારે સ્વીકાર્યું કે દેશની કથળતી આર્થિક સ્થિતિને કારણે તેમને વારંવાર વિદેશી પ્રવાસો પર જઈને દેવું માંગવું પડ્યું. શાહબાઝે કહ્યું- દેવું લેવું એ આપણા આત્મસન્માન પર ખૂબ મોટો બોજ છે. ઘણી વાર આપણે સમાધાન કરવું પડે છે. ઘણી વાર આપણે તેમની શરતોને ‘ના’ પણ કહી શકતા નથી.

Leave A Comment