Pakistan News: સરકાર અને સૈન્ય બાદ Imran Khanએ પાકિસ્તાની ન્યાયાધીશો પર શુ લગાવ્યા આરોપ?, જાણો

Last Updated: March 23, 2026By

પુત્ર કાસિમ સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું હતુ કે, અહીંના ન્યાયાધીશોએ પોતાનો અંતરાત્મા વેચી દીધો છે.

ન્યાય આપવામાં અસમર્થઃ ઇમરાન ખાન

જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના ન્યાયતંત્રને વેચાઈ ગયું હોવાનું કહ્યું છે. ફોન પર પોતાના પુત્ર સાથે વાત કર્યા પછી, ઇમરાન ખાને કહ્યું કે, અહીંના બધા ન્યાયાધીશોએ પોતાનો અંતરાત્મા વેચી દીધો છે. ન્યાયાધીશો કેસોમાં વિલંબ કરી રહ્યા છે. તેમને કોઈ શરમ નથી. અલ્લાહના ઘરમાં, બધાને એકસાથે ન્યાય મળશે. પુત્ર કાસિમે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને કહ્યુ છે કે, તેમના પિતા જેલમાં યોગ્ય રીતે સૂઈ શકતા નથી. જેલ અધિકારીઓ ઇમરાન તેમજ તેની પત્ની બુશરા બીબીને હેરાન કરે છે.

ન્યાયાધીશો પ્રામાણિક નથીઃ ઇમરાન ખાન

ઈદના અવસર પર પોતાના બે પુત્રો સાથે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે, ન્યાયાધીશોનું કામ સમાજમાં ન્યાય પહોંચાડવાનું છે. તેમણે સમયસર અને ઝડપી ન્યાય આપવો જોઈએ. પરંતુ મારા કિસ્સામાં, મને ફક્ત તારીખો મળી રહી છે. ન્યાયાધીશો જાણી જોઈને ન્યાય રોકી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દેશના તમામ ન્યાયાધીશોએ તેમના વિશેષાધિકારો માટે પોતાનો આત્મા વેચી દીધો છે. તેઓ હવે પ્રામાણિક રહ્યા નથી.

પુત્રને પાકિસ્તાનમાં પ્રવેશ નકારવામાં આવ્યો

ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની જેમીના ગોલ્ડસ્મિથે કહ્યુ હતુ કે, પાકિસ્તાન સરકાર તેમના બંને પુત્રોને ઇમરાન ખાન સાથે મળવાની મંજૂરી આપી રહી નથી. ઇમરાનના બંને પુત્રો હાલમાં લંડનમાં રહે છે. બંને લંડનની નાગરિકતા પણ ધરાવે છે. પાકિસ્તાની મંત્રી અતા તરાર કહે છે કે સ્થાપિત નિયમો મુજબ બંને પુત્રોને પાકિસ્તાન આવવાની મંજૂરી આપવામાં આવશે. હકીકતમાં, પાકિસ્તાન સરકાર ઇચ્છે છે કે ઇમરાન ખાનના બંને પુત્રો પાકિસ્તાની પાસપોર્ટ પર ઇસ્લામાબાદ આવે. ઇમરાન ખાનના બંને પુત્રો બ્રિટિશ પાસપોર્ટ પર આવવા માંગે છે.

આ પણ વાંચોઃ Iran અને America વચ્ચે વધ્યો તણાવ, Hormuz Straitમાંથી પસાર થતા જહાજો પાસેથી અતિશય ફી વસૂલવાનો આરોપો