Pakistan Political Crisis; Shahbaz Sharif Govt Faces Coup Threat

Last Updated: August 4, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

પડોશી દેશ પાકિસ્તાનમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શાહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન રાજધાની ઇસ્લામાબાદને કન્ટેનરોથી સીલ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તખ્તાપલટની ડોર સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના હાથમાં છે.

વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી ડગમગી રહી છે કારણ કે તેમના પોતાના જ ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાવલપિંડીમાં આ તખ્તાપલટનો બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ચૂક્યો છે.

પાકિસ્તાનની શાસન વ્યવસ્થાના ‘ધ્વસ્ત’ થવા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યાના થોડા જ દિવસો પછી, ગૃહમંત્રી મોહસિન નકવીએ હવે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના ઇતિહાસના ‘સૌથી મોટા કૌભાંડ’નો પર્દાફાશ કરવાનો દાવો કરતા, નકવીએ કહ્યું કે તેમાં ન્યાયાધીશોથી લઈને રાજકારણીઓ સુધી, સરકારી તંત્રના ઘણા મહત્વપૂર્ણ ભાગો સામેલ છે. જોકે નકવીએ તે લોકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ તેમના સતત સનસનાટીભર્યા નિવેદનોએ આ અટકળોને તેજ કરી દીધી છે કે શું પાકિસ્તાનનમાં સત્તા પરિવર્તન થવાનું છે.

નકવીનો ‘સ્કેમ બોમ્બ’ અને સિસ્ટમ પર સીધો હુમલો

પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરના નજીકના મનાતા નકવીએ ભારપૂર્વક કહ્યું કે આ કૌભાંડ માટે જવાબદાર દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નકવીએ પત્રકારોને કહ્યું, “મને નથી લાગતું કે પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારેય આટલું મોટું કૌભાંડ થયું હોય, જેમાં ન્યાયાધીશ, રાજકારણી અને બેંકર બધા સામેલ હોય.”

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી

નકવીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 21 વર્ષથી દેશના ન્યાયાધીશ, રાજકારણી અને બેંકર લાંચખોરીના ખેલમાં સામેલ હતા. નકવીએ ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાનનું ગવર્નન્સ સિસ્ટમ સંપૂર્ણપણે ‘કોલેપ્સ’ થઈ ચૂક્યું છે, જે શાહબાઝ સરકારની કાર્યક્ષમતા પર એક જોરદાર તમાચો છે.

વિશ્લેષકોનું માનવું છે કે નકવી માત્ર એક મંત્રી નથી, પરંતુ અસીમ મુનીરનો એ મોહરો છે જેને ભવિષ્યની મોટી રાજકીય ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એવી પણ અટકળો છે કે નકવીને અસીમ મુનીર માટે એવી જ જમીન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેવું ક્યારેક પરવેઝ મુશર્રફના સમયમાં થયું હતું. એટલે કે આસિમ મુનીરને રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ તરીકે સર્વશક્તિમાન બનાવવા.

શાહબાઝના કેમ્પમાં હાહાકાર

આ હલચલે લંડનથી લઈને લાહોર સુધી નવાઝ શરીફની ઊંઘ હરામ કરી દીધી છે. આ આંતરિક કલહ પર શાહબાઝ સરકારના વફાદાર અને રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પલટવાર કર્યો છે. આસિફે નકવીને ‘પાવરહાઉસ’ ગણાવતા કટાક્ષ કર્યો કે તેઓ પોતાને વડાપ્રધાન પ્રત્યે પણ જવાબદાર નથી સમજતા અને કેબિનેટ બેઠકોમાંથી ગેરહાજર રહે છે. આસિફે તો ત્યાં સુધી કહી દીધું, “જો આટલી તાકાત ધરાવતો વ્યક્તિ પણ ફરિયાદ કરી રહ્યો છે, તો બાકીના કેબિનેટ સભ્યોએ ઘરે જતું રહેવું જોઈએ.”

શું પાકિસ્તાનમાં ફરીથી સરમુખત્યારશાહી શાસન શરૂ થશે?

અસીમ મુનીર હાલમાં પાકિસ્તાનની વિદેશ નીતિથી લઈને અર્થતંત્ર સુધી અનિયંત્રિત શક્તિનો આનંદ લઈ રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે નકવી દ્વારા મુનીરે શહબાઝ શરીફને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અસલી બોસ કોણ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં સંરક્ષણ વિશ્લેષક સંદીપ ઉન્નીથનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નકવી, જેમણે મીડિયા બેરોનથી પાકિસ્તાનના સૌથી શક્તિશાળી રાજનેતાઓમાંના એક બનવા સુધીની ઝડપી સફર ખેડી છે, તેઓ લાંબા સમયથી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.

પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર

પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર

તેમને હંમેશા આસિમ મુનીરનો ટેકો મળ્યો છે અને માનવામાં આવે છે કે તેઓ સેના પ્રમુખના નજીકના સંબંધી છે. તેથી મુનીર તેમના હાથે આ રમત રમાડી શકે છે. વિશ્લેષકોનું એ પણ માનવું છે કે આ જ નજીકના સંબંધને કારણે મુનીરે સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી માટે નકવીને પોતાના વિશેષ પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા.

————————————-

આ સમાચાર પણ વાંચો:

કલમ 370 હટ્યા પછી બદલાયું PoKનું ચિત્ર!:લોટ-વીજળીથી શરૂ થયેલી લડાઈ હવે સરકાર ઉથલાવવા સુધી પહોંચી; 12 અનામત બેઠકો પર મોટો વિવાદ

પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીરને લઈને ઘણી વખત યુદ્ધ થઈ ચૂક્યું છે. બંને દેશો આ હિમાલયી વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. પાકિસ્તાને હંમેશા ભારત સાથેના કાશ્મીર વિવાદને સૌથી મોટો મુદ્દો માન્યો. આ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના લોકોની પોતાની સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપ્યું. હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે સરકાર માટે તેમનો અવાજ દબાવવો મુશ્કેલ બની રહ્યો છે.

મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલ વિરોધ પ્રદર્શન હવે એક મોટા રાજકીય આંદોલનમાં ફેરવાઈ ગયું છે. તેને ઘણા વર્ષોમાં પાકિસ્તાન સરકાર સામે PoKમાંથી ઉભેલી સૌથી મોટી પડકાર માનવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment