PAN કાર્ડ થઈ જશે બંધ જો આટલું કામ ન કર્યું તો! 5 સરળ સ્ટેપથી ઘરે બેઠા કરીલો આ કામ

Last Updated: January 11, 2026By

પાન કાર્ડ અપડેટ સાથે રાખવામાં આવેલી થોડી બેદરકારી આવનારા થોડા કલાકોમાં ખૂબજ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેમ કે આજે, 31 ડિસેમ્બર, PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તારીખ છે.

PAN કાર્ડ નકામું થઈ શકે છે!

શું તમારું PAN કાર્ડ 1 ઓક્ટોબર, 2024 પહેલા જાહેર કરવામાં આવ્યું હતું? શું તમે તમારા PAN અને Aadhaar ને લિંક કર્યું છે? જો નહીં, તો આ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. આજે, 31 ડિસેમ્બર, PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તારીખ છે, અને આ મહત્વપૂર્ણ કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવું તમારા માટે ખૂબજ જરૂરી છે નહીં તો તમારું PAN કાર્ડ નકામું થઈ શકે છે અને જો આમ થાય  છે તો તમને બેંક સાથે જોડાયેલ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

CBDT કાયદાનું પાલન જરૂરી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDTએ ભારતીય કર કાયદા હેઠળ આ PAN કાર્ડ ધારકો માટે તેમના PAN કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, એ નોંધવું જોઈએ કે આ માટે 31 ડિસેમ્બર, 2025 ની સમયમર્યાદા ફક્ત એવા પાન કાર્ડ ધારકોને લાગુ પડે છે જેમના પાન કાર્ડ 1 ઓક્ટોબર, 2024 પહેલા તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને જાહેર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, આવકવેરા વિભાગે 3 એપ્રિલ, 2025 ના રોજ એક સૂચના બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા વપરાશકર્તાઓએ આ વર્ષના છેલ્લા દિવસ સુધીમાં પાન-આધાર લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

5 સરળ સ્ટેપમાં થઈ જશે કામ

સૌથી પહેલા ગૂગલ પર www.incometax.gov.in વેબસાઇટની મુલાકાત લો. ત્યાર બાદ Quick Links પર જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો. નવી વિંડોમાં તમારો PAN, Aadhaar અને મોબાઇલ નંબર દાખલ કરો. ત્યાર બાદ  ‘I validate my Aadhaar details’ પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને ‘validate ‘ પર ક્લિક કરો અને આ પછી, તમારું PAN તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

આ પણ વાંચો:  Social Media પર મોટી એક્શનઃ હવે આ દેશોમાં વપરાશ પર દેખાશે મેન્ટલ હેલ્થની ચેતવણી