Paramount Skydance Sues Warner Bros Discovery; Company Challenges Netflix Deal | પેરામાઉન્ટ સ્કાયડાન્સે વોર્નર બ્રધર્સ પર કેસ કર્યો: નેટફ્લિક્સ સાથે થયેલી ડીલની માહિતી માંગી; બંને કંપનીઓમાં વોર્નર બ્રધર્સને ખરીદવાની લડાઈ
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
પેરામાઉન્ટ સ્કાયડાન્સે વોર્નર બ્રધર્સ ડિસ્કવરી પર દાવો માંડ્યો છે. પેરામાઉન્ટ વોર્નર બ્રધર્સ ડિસ્કવરીની નેટફ્લિક્સ સાથે થયેલી 82.7 બિલિયન ડોલર (7.46 લાખ કરોડ રૂપિયા)ની ડીલની વધુ માહિતી માંગી રહી છે.
પેરામાઉન્ટે વોર્નરના બોર્ડમાં ડિરેક્ટર્સ નોમિનેટ કરવાની જાહેરાત પણ કરી છે. કંપનીનું કહેવું છે કે તેની $30 પ્રતિ શેર કેશ બિડ નેટફ્લિક્સની $27.75 પ્રતિ શેર કેશ-એન્ડ-સ્ટોક ઓફર કરતાં વધુ સારી છે.
શા માટે થઈ રહ્યો છે વિવાદ?
પેરામાઉન્ટ સ્કાયડાન્સ અને નેટફ્લિક્સની આ લડાઈ ‘હેરી પોટર’ અને ‘ડીસી કોમિક્સ’ જેવા બ્લોકબસ્ટર કન્ટેન્ટવાળા વોર્નર બ્રધર્સ પર કંટ્રોલ મેળવવાની છે. પેરામાઉન્ટે વોર્નર બ્રધર્સને ખરીદવા માટે $108.4 બિલિયનનો ‘હોસ્ટાઈલ બિડ’ આપ્યો છે. આ પૂરા પૈસા રોકડમાં આપવાનું વચન છે. પરંતુ વોર્નર બ્રધર્સે તેને ઠુકરાવી દીધો.
ત્યારબાદ નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સના સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ બિઝનેસને લગભગ $82.7 બિલિયનમાં ખરીદવાની જાહેરાત કરી. પેરામાઉન્ટનું કહેવું છે કે તેની રોકડ ઓફર નેટફ્લિક્સની શેરવાળી ઓફર કરતાં વધુ સુરક્ષિત અને ફાયદાકારક છે.
પેરામાઉન્ટે નેટફ્લિક્સ ડીલની નાણાકીય માહિતી માંગી
પેરામાઉન્ટ સ્કાયડાન્સે સોમવારે વોર્નર બ્રધર્સ ડિસ્કવરી વિરુદ્ધ દાવો માંડ્યો. કંપનીનું કહેવું છે કે વોર્નરે નેટફ્લિક્સ ડીલની સંપૂર્ણ માહિતી આપી નથી. તેમાં સ્ટુડિયો અને કન્ટેન્ટ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે, જેમ કે હેરી પોટર અને DC કોમિક્સ. પેરામાઉન્ટ દલીલ કરે છે કે તેની ઓલ-કેશ ઓફર વધુ નિશ્ચિત છે અને નિયમનકારી અવરોધોને સરળતાથી પાર કરશે.
કંપનીએ વોર્નરના બાયલોઝમાં ફેરફારનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તેમાં કેબલ ટીવી બિઝનેસને અલગ કરવા માટે શેરધારકોની મંજૂરી જરૂરી રહેશે, જે નેટફ્લિક્સ ડીલનો એક ભાગ છે. પેરામાઉન્ટે ગયા અઠવાડિયે $108.4 બિલિયનની સુધારેલી બિડ આપી હતી, પરંતુ વોર્નર બોર્ડે તેને નકારી કાઢી હતી.
વોર્નર બ્રધર્સ વિવાદની ટાઈમલાઈન
- સપ્ટેમ્બર 2025: પેરામાઉન્ટ સ્કાયડાન્સે વોર્નર બ્રધર્સને ખરીદવાનો પ્રયાસ શરૂ કર્યો. કંપનીએ $108.4 બિલિયનની રોકડ બિડ આપી, પરંતુ વોર્નર બોર્ડે તેને નકારી કાઢી. આ એક હોસ્ટાઈલ ટેકઓવર હતું, એટલે કે બોર્ડની મંજૂરી વિના શેરધારકોને ઓફર.
- ડિસેમ્બર 2025: નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ સાથે $82.7 બિલિયનની ડીલની જાહેરાત કરી. આ $27.75 પ્રતિ શેરની કેશ-એન્ડ-સ્ટોક ઓફર હતી. તેમાં વોર્નરના સ્ટુડિયો, કન્ટેન્ટ લાઇબ્રેરી (જેમ કે હેરી પોટર, DC કોમિક્સ) સામેલ હતા. પેરામાઉન્ટે તેને પડકાર્યો.
- જાન્યુઆરી 2026ની શરૂઆત (ગયા અઠવાડિયે): પેરામાઉન્ટે બિડમાં સુધારો કર્યો, કેબલ ટીવી સ્પિનઓફને મૂલ્યહીન ગણાવ્યું. ઓફરમાં લેરી એલિસનની ગેરંટીથી $40 બિલિયન ઇક્વિટી અને $54 બિલિયન દેવું સામેલ હતું. વોર્નરે ફરીથી તેને નકારી કાઢી.
- 12 જાન્યુઆરી 2026 (સોમવાર): પેરામાઉન્ટે વોર્નર પર કેસ કર્યો, નેટફ્લિક્સ ડીલ વિશે વધુ માહિતી માંગી. બોર્ડમાં ડિરેક્ટરોને નોમિનેટ કરવા અને બાયલોમાં ફેરફાર કરવાની યોજના જણાવી, જેથી કેબલ બિઝનેસને અલગ કરવા પર શેરધારકોની મંજૂરી મળે. શેરધારકોને પત્ર મોકલ્યો કે પેરામાઉન્ટની $30 પ્રતિ શેરની રોકડ બિડ વધુ સારી છે.
- 21 જાન્યુઆરી 2026: પેરામાઉન્ટની ટેન્ડર ઓફર સમાપ્ત થશે, પરંતુ કંપની તેને લંબાવી શકે છે. જો બોર્ડ વાત નહીં કરે, તો શેરધારકોની મીટિંગમાં વોટ થશે. પેરામાઉન્ટનો તર્ક છે કે તેની ઓલ-કેશ બિડ નિશ્ચિત છે અને રેગ્યુલેટરી મંજૂરી સરળતાથી મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

