Pineapple એક સ્વાદિષ્ટ ફળ જે વજન ઘટાડવામાં છે જાદુઈ, જાણો તેના ફાયદા
વજન ઘટાડવા લોકો જીમમાં જવું અને ક્રશ ડાયટ કરે છે. છતાં થોડા જ દિવસોમાં વજન વધવા લાગે છે. આ એક ફળને દૈનિક આહારમાં સામેલ કરશો તો શરીરમાં જાદુઈ અસર થશે. વજન ઘટાડવા માટે અનાનસ ફળ શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્વાદમાં ખાટું-મીઠું અનેનાસ માત્ર જીભને જ તૃપ્તિ નથી આપતું, પરંતુ તે વજન ઉતારવા માંગતા લોકો માટે આશીર્વાદ સમાન છે. અનેનાસમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ સુધારે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જાણો વજન ઘટાડવામાં અનાનસ કેવી રીતે મદદ કરે છે.
વજન ઘટાડવામાં અનાનસ કેવી રીતે મદદ કરે છે?
- ફાઈબરનો ખજાનો: અનેનાસમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે બિનજરૂરી ભૂખ લાગતી નથી અને તમે વધારાની કેલરી લેવાથી બચો છો.
- બ્રોમેલેન એન્ઝાઇમ: અનેનાસમાં ‘બ્રોમેલેન’ નામનું ખાસ એન્ઝાઇમ હોય છે. તે પ્રોટીનના પાચનમાં અદ્ભુત મદદ કરે છે. તે શરીરમાં બળતરા ઘટાડે છે અને પેટનું ફૂલવું તેમજ શરીરમાં ભરાઈ રહેલા વધારાના પાણીને દૂર કરી પેટને ચપળ બનાવવામાં મદદ કરે છે.
- ઓછી કેલરી અને કુદરતી મીઠાશ: તેમાં કેલરી ઓછી છે અને કુદરતી મીઠાશ વધુ છે. જ્યારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે અનેનાસ ખાવાથી મીઠાશની તૃષ્ણા સંતોષાય છે અને વજન વધતું નથી.
અનાનસ ખાવાના ગજબના ફાયદા
અનાનસ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અનાનસમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે શરીરને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે અને વારંવાર થતા શરદી-ઉધરસથી બચાવે છે. તેમાં બ્રોમેલેન (Bromelain) નામનું એન્ઝાઇમ હોય છે. તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક જલ્દી પચે છે અને ગેસ કે અપચા જેવી સમસ્યાઓ થતી નથી. અનાનસમાં મેંગેનીઝ (Manganese) નામનું ખનિજ હોય છે, જે હાડકાંને મજબૂત રાખવા અને કનેક્ટિવ ટિશ્યુના વિકાસ માટે અત્યંત જરૂરી છે. સાંધાનો દુખાવો (Arthritis) હોય, તો અનાનસ ફાયદાકારક છે. બ્રોમેલેનને કારણે તે શરીરમાં સોજો અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
અનાનસ ખાવામાં સાવચેતી
અનાનસ ખાલી પેટે ના ખાવું. અનેનાસ એસિડિક હોવાથી તેને સવારે ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, અન્યથા એસિડિટી અથવા પાચનની તકલીફ થઈ શકે છે. જે મહિલાઓ ગર્ભવતી હોય અને સ્તનપાન કરાવતી હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબ આ પીળું ફળ ખાવું. કારણ કે વધુ સેવનથી બાળકને પેટમાં સમસ્યા થઈ શકે છે. કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હોવા છતાં દિવસ દરમિયાન અનાનસનું યોગ્ય માત્રામાં જ સેવન કરો.
આ પણ વાંચો : Diabetes Type : ગંભીર રોગ ડાયાબિટીસ 1 અને ડાયાબિટીસ 2 વચ્ચેનો જાણો તફાવત
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

