Plastic vs Copper Bottle: પ્લાસ્ટિક કે તાંબુ? કઈ બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ સુરક્ષિત?
શિયાળામાં લોકો ગરમ પાણી વધુ પીવે છે. લોકો સ્ટીલનો બોટલ, કાચ અને તાંબાની બોટલનો ઉપયોગ કરે છે. તાંબાના વાસણનું પાણી શરીર માટે ફાયદાકારક છે. આ પાણીનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ચમકતી ત્વચા જાળવવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. જયારે આજકાલ ઓફિસ જતા લોકો અને શાળાએ જતા બાળકો પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવી છે. શરીરના સ્વાસ્થ્ય માટે પ્લાસ્ટીક કે તાંબું કયુ પાણી શ્રેષ્ઠ છે. એક્સપર્ટે જણાવ્યા પ્લાસ્ટીક અને તાંબાના પાણીના ફાયદા-નુકસાન.
પ્લાસ્ટીકની બોટલનું પાણી નુકસાનકારક :
આજકાલ પ્લાસ્ટીકનો ઉપયોગ વધ્યો છે. મોટાભાગના લોકો પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીતા હોય છે. પરંતુ પ્લાસ્ટીકનો વધુ ઉપયોગ શરીર માટે નુકસાનકારક બની શકે છે.પ્લાસ્ટિકમાં BPA જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે જે પાણીમાં ભળે છે અને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, જે પ્રદૂષણ વધારે છે. જો પ્લાસ્ટિકની બોટલ તડકામાં કે ગરમ જગ્યાએ રહે, તો તે વધુ ઝેરી તત્વો મુક્ત કરે છે.
તાંબાની બોટલમાં પાણી પીવાના ફાયદા :
હેલ્થ એક્સપર્ટ કહે છે કે રોજિંદા જીવનમાં શક્ય બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો જોઈએ. તાંબાની બોટલનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તાંબાના પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને કુદરતી રીતે મારી નાખે છે.આ પાણી પીવાથી એસિડિટી, ગેસ અને પાચનની સમસ્યાઓમાં રાહત મળે છે. તે શરીરની ઇમ્યુનિટી વધારે છે અને સાંધાના દુખાવામાં મદદરૂપ થાય છે. નિયમિત આ પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે અને વહેલી કરચલીઓ પડતા અટકાવે છે.
પ્લાસ્ટીક કે કોપર, આ બોટલનું પાણી બેસ્ટ, એક્સપર્ટ
એક્સપર્ટના મતે પ્લાસ્ટીકની બોટલનું પાણી જ નહીં પરંતુ અન્ય વસ્તુઓમાં પ્લાસ્ટીકનો ઉપયોગ શરીરને નુકસાન કરે છે. વધુ પડતા પ્લાસ્ટીકનો વપરાશ કરવાથી ગંભીર બીમારીના શિકાર થઈ શકીએ છીએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તાંબાની બોટલ શ્રેષ્ઠ છે. રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરી રાખવું અને સવારે તે પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.
એક્સપર્ટે આપી ચેતવણી :
તાંબાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ જો સાવધાની રાખવામાં ના આવે શરીરને નુકસાન પણ થઈ શકે છે. જો તાંબાની બોટલ અંદરથી ગંદી હોય તો તેવું પાણી પીવાથી બીમારીના શિકાર થઈએ છીએ. એટલે જ આ બોટલની નિયમિત સફાઈ જરૂરી છે. કયારેય પણ તાંબાની બોટલ કે તાંબાના વાસણમાં લીંબુ શરબત કે ખાટી વસ્તુઓ ના ભરવી જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી શરીર પ્રતિક્રિયા આપી શકે છે.
આ પણ વાંચો : Makar Sankranti 2026: ક્યારે છે મકરસંક્રાંતિ ? 14 કે 15 જાન્યુઆરી દૂર કરો અવઢવ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

