PM સુરક્ષા વીમા યોજનામાં ₹20માં ₹2 લાખનો વીમો:18થી 70 વર્ષની વ્યક્તિ લઈ શકે છે લાભ, જાણો તેની જરૂરી વાતો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં વાર્ષિક 20 રૂપિયા એટલે કે મહિને 2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે 2 લાખ રૂપિયા સુધીનો લાઇફ ઇન્શ્યોરન્સ મળે છે. આ વીમા યોજનામાં લાભાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. તેમાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ તપાસની જરૂર હોતી નથી. અહીં અમે તમને આ યોજના વિશે જણાવી રહ્યા છીએ… સવાલ: આ અકસ્માત વીમા યોજના શું છે અને તેમાં કેટલું કવર તથા પ્રીમિયમ આપવાનું હોય છે? જવાબ: આ 1 વર્ષની મુદત ધરાવતી પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ સ્કીમ છે, જેને દર વર્ષે રિન્યૂ કરાવી શકાય છે. આ યોજનામાં અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા થવા પર વીમાની રકમ મળે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે. સવાલ: 1: યોજના હેઠળ ‘અકસ્માત’ કોને માનવામાં આવ્યો છે? શું કુદરતી આફત અથવા હત્યા તેમાં કવર થાય છે? જવાબ: યોજના અનુસાર ‘અકસ્માત’નો અર્થ કોઈ અચાનક, અણધારી અને બાહ્ય અથવા દેખીતા કારણોથી બનેલી ઘટના છે. સવાલ 2: આ યોજનામાં કોણ જોડાઈ શકે છે અને ઉંમરની મર્યાદા શું છે? જવાબ: બેંક અથવા પોસ્ટ ઓફિસના 18થી 70 વર્ષની વયજૂથના તમામ વ્યક્તિગત (સિંગલ અથવા સંયુક્ત) બચત ખાતાધારકો આ યોજના માટે પાત્ર છે. જો કોઈ વ્યક્તિના એકથી વધુ બેંકોમાં ખાતા હોય, તો પણ તે માત્ર એક જ બેંક ખાતા દ્વારા આ યોજનામાં જોડાઈ શકે છે. સંયુક્ત ખાતાની સ્થિતિમાં, તમામ ખાતાધારકો પોતપોતાનું અલગ-અલગ ₹20નું પ્રીમિયમ ચૂકવીને આ યોજનાનો લાભ લઈ શકે છે. સવાલ 3: પ્રીમિયમની ચુકવણી કેવી રીતે થાય છે અને વીમા કવર ક્યારેથી ક્યા સુધી રહે છે? જવાબ: પ્રીમિયમની ચુકવણી બેંક અથવા પોસ્ટ ઑફિસના ખાતામાંથી ‘ઑટો-ડેબિટ’ સુવિધા દ્વારા વર્ષમાં એક વખત કરવામાં આવે છે. વીમાનો સમય દર વર્ષે 1 જૂનથી 31 મે સુધી હોય છે. જો કોઈ વ્યક્તિ શરૂઆતના સમયગાળામાં જોડાઈ ન શકે, તો તે પછીના મહિનાઓ અથવા વર્ષોમાં પણ વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને જોડાઈ શકે છે. જોકે, જોખમ કવર પ્રીમિયમ કપાવાની તારીખથી જ શરૂ થશે. સવાલ 4: શું NRI આ યોજનાનો લાભ લઈ શકે છે? જો કોઈ વચ્ચે યોજનામાંથી બહાર નીકળી જાય, તો શું તે ફરીથી જોડાઈ શકે છે? જવાબ: ભારતમાં આવેલી બેંકમાં ખાતું ધરાવતા NRI પણ આ કવર લઈ શકે છે. જોકે, ક્લેમની સ્થિતિમાં રકમની ચુકવણી માત્ર ભારતીય રૂપિયામાં જ કરવામાં આવશે. સવાલ 5: કઈ પરિસ્થિતિઓમાં વીમા કવર સમાપ્ત અથવા રદ થઈ શકે છે? જવાબ: નીચે દર્શાવેલી પરિસ્થિતિઓમાં અકસ્માત વીમા કવર સમાપ્ત થઈ જાય છે: સવાલ 6: શું અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ મળશે? મૃત્યુની સ્થિતિમાં ક્લેમ કોને મળશે? જવાબ: આ યોજનામાં હોસ્પિટલમાં દાખલ થવાના મેડિકલ ખર્ચની ચુકવણી કરવામાં આવતી નથી. સવાલ 7: ક્લેમ માટે પોલીસ રિપોર્ટ અથવા FIR હોવું કેટલું જરૂરી છે? જવાબ: માર્ગ, રેલવે અથવા વાહન અકસ્માત, ડૂબી જવાથી અથવા કોઈ ગુનાહિત ઘટનાથી સંબંધિત મૃત્યુના કિસ્સાઓમાં પોલીસ રિપોર્ટ/FIR જરૂરી છે. જોકે, સાપ કરડવા અથવા ઝાડ પરથી પડી જવા જેવી ઘટનાઓમાં તાત્કાલિક હોસ્પિટલના મેડિકલ રેકોર્ડના આધારે ક્લેમની પ્રક્રિયા કરી શકાય છે. સવાલ 8: આ યોજનાનો લાભ ક્યાંથી લઈ શકાય? જવાબ: વીમા કંપનીઓ દ્વારા આ યોજના હેઠળ વીમો કરાવી શકાય છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ બેંકની કોઈપણ શાખામાંથી લઈ શકાય છે, જ્યાં તમારું બેંક ખાતું હોય.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


