PM મોદીની અપીલથી સોનાની કિંમતમાં ઘટાડો:આજે ₹1,037 ઘટીને ₹1.55 લાખનું 10 ગ્રામ થયું, ચાંદી પણ ₹1,711 સસ્તી થઈ

Last Updated: September 1, 2026By

PM નરેન્દ્ર મોદીએ લોકોને જરૂર વીના સોનું ન ખરીદવાની અપીલ કર્યા બાદ આજે એટલે કે 1 સપ્ટેમ્બરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,037 રૂપિયા ઘટીને 1.55 લાખ રૂપિયા થયો છે. જ્યારે, એક કિલો ચાંદીની કિંમત આજે 1711 રૂપિયા ઘટીને 2.35 લાખ રૂપિયા પર આવી ગઈ છે. માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાના મતે, PM નરેન્દ્ર મોદીની અપીલને કારણે આગામી દિવસોમાં પણ સોનાની કિંમત પર દબાણ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજીને કારણે પણ સોના અને ચાંદીમાં ઘટાડો થયો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના એક ટાપુ પર હુમલો કર્યો છે. ઈરાને પણ જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. કેરેટ મુજબ સોનાની કિંમત દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns 1 સપ્ટેમ્બર 2026 ઓલટાઇમ હાઈથી 1.53 લાખ રૂપિયા ઘટી ચાંદી આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતા, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધી સોનું 21 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે, ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીના રોજ 3.86 લાખ રૂપિયાના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી ચાંદી 1.53 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી સોના-ચાંદીની ચાલ નોંધ:- સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત કિલોમાં | સ્ત્રોત:- IBJA જુદા જુદા શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો PM મોદીએ બિનજરૂરી સોનું ન ખરીદવા અપીલ કરી PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા અપીલ કરી. તેમણે કહ્યું કે જો જરૂર ન હોય તો સોનું ન ખરીદવું જોઈએ. આ પહેલા 11 મેના રોજ પણ PMએ દેશવાસીઓને સોનું ન ખરીદવા અપીલ કરી હતી.

Leave A Comment