Prabhas The Raja Saab Box Office Collection First Weekend; Earnings Report PHOTOS | પ્રભાસની ફિલ્મની બોક્સ ઓફિસ પર ધીમી રફ્તાર: પહેલા વીકેન્ડ પર ‘ધ રાજા સાબ’એ ₹19 કરોડની કમાણી કરી; 38 દિવસ બાદ પણ ‘ધુરંધર’ મજબૂત

Last Updated: January 12, 2026By

16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઉથસ્ટાર પ્રભાસની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ રાજા સાબ’ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. ફિલ્મ રિલીઝના ત્રીજા દિવસે કલેક્શનના મામલે નિષ્ફળ સાબિત થઈ છે. જ્યારે, રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝના એક મહિના પછી પણ શાનદાર કલેક્શન કરી રહી છે.

પ્રભાસની ‘ધ રાજા સાબ’ 400 કરોડના ખર્ચે બનેલી ભારતની સૌથી મોટા બજેટવાળી હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ હતી. પહેલા દિવસે ફિલ્મે 53 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

પહેલા દિવસે ફિલ્મની દરેક ભાષામાં કમાણી

તેલુગુ- ₹47 કરોડ

હિન્દી- ₹6 કરોડ

તમિલ- ₹0.55 કરોડ

કન્નડ- ₹0.1 કરોડ

મલયાલમ- ₹0.1 કરોડ

'ધ રાજા સાબ' 400 કરોડના ખર્ચે બનેલી ભારતની સૌથી મોટા બજેટવાળી હોરર કોમેડી ફિલ્મ છે.

‘ધ રાજા સાબ’ 400 કરોડના ખર્ચે બનેલી ભારતની સૌથી મોટા બજેટવાળી હોરર કોમેડી ફિલ્મ છે.

બીજા દિવસે ‘ધ રાજા સાબ’ની કમાણીમાં 51%નો ઘટાડો

સૅકનિલ્ક (Sacnilk)ના રિપોર્ટ અનુસાર, બીજા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં 51 ટકાનો ઘટાડો થયો અને ફિલ્મે માત્ર 26 કરોડનું કલેક્શન કર્યું. અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, તે તેના પહેલા વીકએન્ડમાં સારી કમાણી કરશે, પરંતુ આવું થયું નહીં.

રવિવારે ફિલ્મના કલેક્શનમાં લગભગ 27 ટકાનો ઘટાડો થયો અને ફિલ્મે માત્ર 19.1 કરોડની કમાણી કરી.

‘ધ રાજા સાબ’એ વર્લ્ડવાઇડ 161 કરોડની કમાણી કરી

રવિવારે તેલુગુમાં ફિલ્મનો ઓક્યુપન્સી રેટ માત્ર 39.4% રહ્યો. ત્રણેય દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ અત્યાર સુધીમાં 161.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 108.00 કરોડ રૂપિયા છે.

‘ધુરંધર’એ 38માં દિવસે 6.85 કરોડનું કલેક્શન કર્યું

જ્યારે, 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર મજબૂતીથી ઊભી છે. ફિલ્મે તેના 38મા દિવસે તમામ ભાષાઓમાં મળીને લગભગ 6.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મના ભારતીય નેટ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે 805.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે, વર્લ્ડવાઈડ ફિલ્મનું કલેક્શન 1256.00 કરોડ રૂપિયા થઈ ગયું છે. રવિવાર, 11 જાન્યુઆરીએ ધુરંધરની કુલ હિન્દી ઓક્યુપન્સી 31.79% રહી.

'ધુરંધર'એ વર્લ્ડવાઇડ 1296 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘ધુરંધર’એ વર્લ્ડવાઇડ 1296 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

‘ધ રાજા સાબ’માં પ્રભાસની સામે ત્રણ એક્ટ્રેસિસ માલવિકા મોહન, નિધિ અગ્રવાલ અને રિદ્ધિ કુમારે કામ કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત, બોમન ઈરાની અને ઝરીના વહાબ પણ જોવા મળ્યા છે. ફિલ્મને મારુતિ દાસારીએ ડિરેક્ટ કરી છે.