Prakash Raj Entry Confirmed; Akshay Khanna Replacement Rumors Debunked

Last Updated: February 11, 2026By

12 કલાક પેહલા

  • કૉપી લિંક

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 3’માં પ્રકાશ રાજની એન્ટ્રી થઈ છે. પ્રકાશ રાજે મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા અક્ષય ખન્નાના ફિલ્મમાંથી બહાર થવાના સમાચારને કારણે આ ફિલ્મ ચર્ચામાં હતી. જો કે, પ્રકાશ રાજે સ્પષ્ટ કર્યું કે, તે કોઈને રિપ્લેસ નથી કરી રહ્યા.

પ્રકાશ રાજે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે, તેમણે ફિલ્મના હિન્દી વર્ઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેમણે તેને એક ‘એન્ગેજિંગ ફ્રેન્ચાઇઝી’ ગણાવી અને એક શાનદાર ટીમ અને દમદાર પાત્ર સાથે જોડાવાની વાત કહી. તેમણે એ પણ સ્પષ્ટ લખ્યું, ‘અને હા, હું કોઈને રિપ્લેસ નથી કરી રહ્યો.’

પ્રકાશ રાજે 'દ્રશ્યમ 3'માં એન્ટ્રીની પુષ્ટિ કરી.

પ્રકાશ રાજે ‘દ્રશ્યમ 3’માં એન્ટ્રીની પુષ્ટિ કરી.

આ અપડેટ અક્ષય ખન્નાના ફ્રેન્ચાઇઝીમાંથી બહાર થવાના સમાચારો વચ્ચે આવ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, ‘દ્રશ્યમ 2’માં તેના શાનદાર પર્ફોર્મન્સ છતાં અક્ષય ખન્નાએ આ પ્રોજેક્ટ છોડી દીધો છે.

સમાચાર છે કે ત્રીજા ભાગમાં પ્રકાશ રાજ માટે ખાસ કરીને એક નવું પાત્ર લખવામાં આવ્યું છે. ફિલ્મને અભિષેક પાઠક ડિરેક્ટ કરી રહ્યા છે, જેણે તેનો બીજો ભાગ પણ ડિરેક્ટ કર્યો હતો.

‘દ્રશ્યમ’માં શ્રિયા સરન, અજય દેવગન અને ઇશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

‘દ્રશ્યમ’માં શ્રિયા સરન, અજય દેવગન અને ઇશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

અજય દેવગણ ફરી એકવાર વિજય સાલગાંવકરની ભૂમિકા ભજવશે. ત્રીજી ફિલ્મમાં પણ તબ્બુ, શ્રિયા સરન, રજત કપૂર, ઈશિતા દત્તા અને મૃણાલ જાધવ મુખ્ય ભૂમિકા ભજવશે. સ્ક્રીનપ્લે અભિષેક પાઠક, અમિલ કિયાન ખાન અને પરવેઝ શેખ દ્વારા લખવામાં આવ્યો છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

નોંધનીય છે કે, ચાહકો આ તારીખને ઘણીવાર ‘દ્રશ્યમ ડે’ તરીકે યાદ કરે છે. મલયાલમ વર્ઝન ‘દ્રશ્યમ 3’, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે અને જેનું ડિરેક્શન જીતુ જોસેફ દ્વારા કરવામાં આવ્યું છે, તે 2 એપ્રિલે રિલીઝ થવાની અપેક્ષા છે.