Pregnancy Diet: શિયાળામાં પ્રેગ્નન્સી દરમિયાન કયો ખોરાક લેવો હિતાવહ છે? નિષ્ણાતોની ખાસ ટિપ્સ

Last Updated: January 12, 2026By

શિયાળાની ઋતુ સગર્ભા સ્ત્રીઓ માટે વધુ શ્રેષ્ઠ છે. ઠંડીનો ઋતુનો સમય સગર્ભા મહિલા માટે પોતાની અને બાળકની તબિયત સુધારવાની ઉત્તમ તક છે. કારણ કે આ દિવસોમાં તાજા શાકભાજી અને ફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો શરદી અને ખાંસીની સમસ્યાના શિકાર થાય છે. સગર્ભા મહિલાને અને તેના ગર્ભસ્થ બાળકને આ વાયરલ ચેપ અસર કરી શકે છે. એક્સપર્ટ ડાયેટિશિયને પ્રેગ્નન્સી દરમિયાન કયો ખોરાક શ્રેષ્ઠ છે તેનું સૂચન કર્યું છે. 

 સગર્ભા મહિલાઓએ ચેપથી બચવા ખોરાકમાં ધ્યાન આપવું

વારંવાર થતી શરદી અને વાયરલ ઇન્ફેકશનથી બચવા સગર્ભા મહિલાઓએ સાવધાની રાખવી જોઈએ. સર્ગભા મહિલા અને તેના બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષક તત્વોથી ભરપૂર આહાર માત્ર માતાના સ્વાસ્થ્યને સુધારે છે એટલું જ નહીં પરંતુ બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિયાળા દરમિયાન શરીરને વધુ ઊર્જા અને ગરમીની જરૂર પડે છે, એટલે  જ સગર્ભા મહિલાઓએ શિયાળામાં પોતાના ખોરાકમાં ખાસ પ્રકારના ખોરાકને સામેલ કરવા જોઈએ. જે તેમને પાચન સહિત અનેક સમસ્યામાં પણ મદદ કરે. 

શિયાળામાં સગર્ભા સ્ત્રીઓ આ ખોરાક જરૂર ખાવો

ગર્ભવતી મહિલાઓએ શિયાળામાં પાલક, મેથી, તાંદળજો જેવા લીલા પાંદડાવાળા શાકભાજી જરૂર ખાવા જોઈએ. તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે બાળકના મગજના વિકાસ અને લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. બદામ, અખરોટ, કાજુ અને પિસ્તા જેવા ડ્રાયફ્ટૂને ડાયેટમાં સ્થાન આપવું જોઈએ. કોઈ એલર્જી ના હોય તો સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ ખાવા. ઘઉંના લોટ અને ગોળમાં બનાવેલી સુખડી કે ગુંદરના લાડુ મર્યાદિત માત્રામાં ખાઈ શકે છે. આ વસાણા મહિલાઓને શક્તિ આપે છે અને હાડકાં મજબૂત કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા સંતરા, જામફળ, સફરજન અને દાડમ જેવા મોસમી ફળો ખાવા. પપૈયાનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું. કેલ્શિયમ અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માટે રોજ રાત્રે હળદરવાળું ગરમ દૂધ પીવું.

સગર્ભા મહિલાઓએ આ ના કરવું

સર્ગભા મહિલાઓએ ઠંડીના દિવસોમાં વધુ પડતા તળેલા, મસાલેદાર અને જંક ફૂડ ખાવાનું ટાળો, કારણ કે તેનાથી એસિડિટી અને પાચન સમસ્યાઓ થઈ શકે છે. ખૂબ ઠંડા ખોરાક અને બરફ જેવા ઠંડા ખોરાક હાનિકારક હોઈ શકે છે. કાચું કે ઓછું રાંધેલું માંસ, ઈંડા અને માછલી ખાવાનું ટાળો, કારણ કે આ ચેપનું જોખમ વધારે છે. ચા અને કોફી જેવા ઉચ્ચ કેફીનવાળા પીણાં મર્યાદિત કરો. પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો. ધૂમ્રપાન, દારૂ અથવા અન્ય કોઈપણ નશીલા પદાર્થો ટાળો. ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવાઓ અથવા હર્બલ સપ્લિમેન્ટ્સ ન લો.

આ પણ વાંચો : Lifestyle: હેરફોલનો રામબાણ ઈલાજ, રોજ સવારે પીવો આ ‘મેજિકલ ડ્રિંક’

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )